ભૂતપૂર્વ વિઘાર્થીઓએ રેમ્પ વોક રજુ કર્યુ: વિઘાર્થી કાળ યાદ કરી સંસ્મરણો તાજા કર્યા
રાજકોટની ખ્યાતનામ સ્કુલ સિસ્ટર નિવેદીતા છેલ્લા પ૦ વર્ષથી કાર્યરત છે. સ્કુલને પ૦ વર્ષ પૂર્ણ થતા રજન જયંતિ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જે અંતગત શનિવારે રાજકોટ સ્થિર જીમખાના ખાતેસિસ્ટર નિવેદીતા સ્કુલના પ૦ વર્ષના ભૂતપૂર્વ વિઘાર્થીઓનો સન્માન સમારોહ સાથો સાથ સ્નેહ મીલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિઘાર્થીઓ ભેગા મળીને રેમ્પ વોક કર્યુ હતું. અને વિઘાર્થી કાળ યાદ કરીને પોતાના સંસ્મરણો તાજા કર્યા હતા. આ તકે સ્કુલના સંસ્થાપક ગુલાબભાઇ જાની તેમજ હાલના સ્ટાફ ગણો અને ભૂતપૂર્વ વિઘાર્થીઓ પોતાના પરીવાર સાથે હાજર રહયા હતા. કોલેજના સંસ્થાપક ગુલાબભાઇ જાનીએ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરુઆત કરી હતી. વિઘાર્થીઓ પોતાના જુના સંસ્મરણો યાદ કરતા ભાવુક પણ બન્યા હતા.
સિસ્ટર નિવેદીતા સ્કુલના સંસ્થાપક ગુલાબભાઇ જાનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી શાળાને પ૦ વર્ષ પૂર્ણ થયા તેના અંતર્ગત રજત જયંતિ ઉજવી રહ્યા છે. છેલ્લા પ૦ વર્ષના ભૂતપૂર્વ વિઘાર્થી કુટુંબ સાથે ઉ૫સ્થિતિ થયા છે. આ એક મૈત્રીનો માહોલ છે.
બે દિવસીય કાર્યક્રમમાં વિઘાર્થીઓ રેમ્પ વોક કર્યુ છે ગ્રુપ ફોટો સહીતનો વિવિધ પ્રવૃતિ કરી છે. અને બીજા દિવસે જયારે તેઓ ભણતા તેજ રીતનો યુનિફોર્મ પહેરીને આવવાના છે. જે પ્રવૃતિ નાના હતા ત્યારે કરતા તે જ કર્યુ છે. વિઘાર્થીઓ નિસ્વાર્થ ભાવે પ્રેમ આપી રહ્યા છે એ આનંદની વાત છે. ભુતપૂર્વ વિઘાર્થી મેધા વૈષ્ણવ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હુ ૧૯૮૮ ની શાલની એસ.એસ.સી.ની વિઘાર્થીની હતી બાલમંદીરથી લઇ ૧૦ ધોરણ સુધીની મારી યાત્રા સિસ્ટર નિવેદીતા સ્કુલમાં રહી છે. સ્કુલની પણ હું આભારી છું એક વર્ગખંડનો આગ્રહ ત્યારના વખતમાં સ્કુલે રાખ્યો જેથી દરેક બાળકનો અનેરો વિકાસ થયો છે. આજે બધા જ ભૂતપૂર્વ વિઘાર્થીઓએ પોત પોતાના ક્ષેત્રમાં ખ્યાતિ હાંસલ કરી છે અને બધાની આભા અનોખી તરી આવી છે તેવું મારું માનવું છે.