દર્શાવું હું કઈ રીતે,
તને મારી આભારની અભિવ્યક્તિ,
આવી બહેન બની તું સખી મારી,
લાવી રક્ષા કાજે રાખડી ગમતી તારી,
કહી જાઉં શબ્દોથી વાતો મારી,
સમજી લવ આ વખતે લાગણી ફરી તારી,
શીખવ્યું તે જિંદગીને ઘણું મારી,
કહી દવ લાવ આજે તને થોડું વારી-વારી
સમજણની છે જિંદગી તારી,
હાસ્યની છે અનુભૂતિ તારી,
સ્વીકારની છે સમજૂતી તારી,
પ્રેમની છે અખૂટ વાતો તારી,
વિવેકની છે બોલી તારી,
ગૌરવતાની છે પ્રતિભા તારી,
તો હવે હું પણ શીખી લવ,
જિંદગીને જીવતા મારી,
કોઈ એક ગુણ સાથે,
તારી પાસે વારી-વારી,
સંબંધો જોડે શીખાય જશે,
જીવતા આ જિંદગી મારી,
હવે બાંધી દે કાંડે રાખડી તારી,
રાહ જોઉં છું આપવા આ ભેટ સ્વરૂપ,
શબ્દોની તને આ ચિઠ્ઠી મારી,
ખવડાવીશું મીઠાઈ ફરી વારી-વારી,
બાંધી દે પહેલા તું મસ્ત રાખડી તારી,
આનંદ અને ઉલ્લાસ સાથે કરીશું,
વાતો અને ઉજવણી આ તારી-મારી,
રક્ષાબંધન બનશે સૌથી ખાસ આપણી,
મારી બહેન સખી અને સમાજની તું ઉત્કૃષ્ટ નારી.
બહેન મારી ઉત્ક્રુષ્ટ નારી
Previous Articleફ્રેન્ડશિપ ડે ઉજવવા પાછળનું મહત્વ…!!
Next Article જામનગર શહેરની શાન સમા ભુજીયા કોઠાનું રિનોવેશન શરૂ