ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના… ઉપરોકત તસ્વીર જોતા જ આવનારા એક પછી એક તહેવારો યાદ આવવા માંડે છે. જોકે અષાઢ માસના પ્રારંભથી જ તહેવારોની મોસમ ખીલે છે અષાઢી બીજ, મોળાકત જયા પાર્વતીના વ્રત, દિવાસો, રક્ષાબંધન, જન્માષ્ટમી વગેરે પર્વ મનાવવા થનગનાટ ઉદભવે છે. ત્યારે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધનને હજુ વાર છે તેમ છતા બજારમાં રાખડીઓનો ખજાનો આવી ગયો છે. લોકો ટુંક સમયમા બજારમાં અવનવી રાખડીઓ જોઈ ખરીદી કરવા માંડશે.