હોસ્પિટલે ટીફીન દેવા જતા’તા અને રસ્તામાં કાળ ભેટયો: દંપતિ ઘાયલ
ધોરાજીના જમટાવડ ગામ પાસે પરિવારના સદસ્યને પ્રાઇવેટ હોસ્પિટલમાં ટિફિટ દેવા નિકળેલા ભાઇ બહેનની બાઇક ને કાર ઠોકેરે લઇ નાશી છુટી હતી. કોળી યુવકની નજર સમક્ષ જ નાની બહેનનુ મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
અકસ્માતના બનાવ અંગે પીપળીયા ગામની મોહનગર સોસાયટીમાં રહેતા જયદીપ મનિષ મકવાણા (ઉ.વ.૨૪)એ ધોરાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલકે અકસ્માત સમજી નાની બહેનનું મોત, અને પત્નીને ઇજા પહોચાડયા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇ.પી.સી. ૨૭૯, ૩૩૭, ૩૩૮,૩૦૪ (અ) મુજબ તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
પીપળીયા ગામના મોહનનગર સોસાયટીમાં રહેતો જયદીપ મનિષ મકવાણા (ઉ.વ.૨૪)એ પોતાની બાઇકમાં પત્ની જયોતીબેન તથા નાના બહેન હેતલ મકવાણાને બેસાડી સાંજે પીપળીયાથી ધોરાજી તેલી હોસ્પિટલમાં બા ગીતાબેનને ટીફીન દેવા જતો હતો. ત્યારે સરગવાળા શિતળા માતાજીના મંદીર પાસે અજાણ્યા કાર ચાલકે સામેથી બાઇકને ઠોકરે લઇ નાશી છૂટયો હતો. અકસ્માતમાં બાઇક પરથી ફંગોળાયેલા હતેલબેન મકવાણાનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ. જયારે કોળી દંપતિને ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ મકવાણા જયદીપે વધુ તપાસ હાથ ધરી છે.