ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલ સીરાજ ટીમ સાથે જ રહેશે
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમદ સીરાજના વાલીદનું અવસાન થયું છે. હાલ ભારતીય ટીમ આઈપીએલ રમી સીધુ જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પહોંચ્યું છે ત્યારે ટેસ્ટ ટીમમાં સામેલ મોહમદ સીરાજના પિતાનું હૈદરાબાદમાં ઈંતકાલ થયું છે જે અંગેની જાણ થતા જ સમગ્ર ટીમે મોહમદ સીરાજને હિંમત રાખવા જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ સીરાજ તેમના વાલીદની અંતિમ ક્રિયામાં સામેલ નહીં થાય. સીરાજના જણાવ્યા મુજબ તેમના વાલીદ રીક્ષા ચલાવી ક્રિકેટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. આવી જ એક ઘટના ત્યારે ઘટી જયારે સચિન તેંડુલકરના પિતાશ્રીનું નિધન થયું હતું ત્યારબાદના મેચમાં સચિને સદી ફટકારી તે સદી તેમના પિતાને અર્પી હતી.
ઓસ્ટ્રેલિયામાં કવોરન્ટાઈન પીરીયડ હોવાના કારણે સીરાજ તેમના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થઈ શકે. પ્રાપ્ત માહિતી મુજબ તેમના પિતાને લાંબા સમયથી ફેફસાની બિમારી હતી જેના કારણે તેમનું ઈંતકાલ થયું છે. સીરાજના વાલીદના ઈંતકાલના સમાચાર મળતા ટીમના સુકાની વિરાટ કોહલી અને કોચ રવિશાસ્ત્રીએ સાંત્વના આપી હતી. સીરાજે જણાવ્યું હતું કે, હૈદરાબાદમાં તેમના પિતા રીક્ષા ચલાવતા હતા અને તેમનું સ્વપ્ન હતું કે તેમનું સંતાન દેશ માટે નામ રોશન કરે અને ખુબ ઉંચ ગજાનો ક્રિકેટ ખેલાડી પણ બને. તેને વધુમાં કહ્યું હતું કે, તેને તેના જીવનનો સૌથી મોટો સપોર્ટ ગુમાવ્યો છે.