ભારત 8મી વખત ચેમ્પિયન બન્યું : 21.3 ઓવરમાં જ ફાઇનલ મેચ પૂર્ણ થયો

મોહમ્મદ સિરાજની ફક્ત એક જ ઓવરે લંકાને ધ્વજ કરી દીધું અને ભારત એશિયા કપ ચેમ્પિયન બન્યું. અજીત ભારત માટે ખૂબ મહત્વની છે કારણ કે સમયમાં જ વિશ્વ કપ શરૂ થઈ રહ્યો છે અને તે પૂર્વે ભારત ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ રમવાનું છે ત્યારે એશિયા કપની જીતથી ભારતીય ટીમનો જુસ્સો વધાર્યો છે. ટીમ ઇન્ડિયાએ બોલના માર્જિનથી પોતાના વનડે ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભારતે આજે 263 બોલ બાકી રાખીને મેચ જીતી છે. બોલના માર્જિનથી આ ટીમ ઇન્ડિયાની વનડેમાં સૌથી મોટી જીત છે. અગાઉ ભારતે 2001માં કેન્યા સામે 231 બોલ બાકી રાખીને મેચ જીતી હતી.

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારત સામે કોલંબો ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ખરા અર્થમાં શ્રીલંકા માટે ખૂબ કપરો સમય સાબિત થયો હતો જેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય ફાસ્ટ બોલરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શ્રીલંકાને પાડી દીધું હતું. શ્રીલંકાના બેટ્સમેનો ની ટપો ટપ વિકેટ પડવા લાગી ત્યારે શ્રીલંકા માટે એકમાત્ર કુશલ મેન્ડીસ જ હતો કે જેના ઉપર દરેકની આશા નિર્ભર હતી પરંતુ કુસલ મેન્ડિસની વિકેટ સાથે જ શ્રીલંકાની અંતિમ આશા પણ સમાપ્ત થઇ ગઈ હતી.

સિરાજે ઇનસ્વિંગર સાથે તેનું મિડલ સ્ટમ્પ ઉડાડ્યું હતું. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 34 બોલમાં 3 ફોરની મદદથી 17 રન બનાવ્યા હતા.  પણ ઘરના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમે કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર એશિયા કપ ચેમ્પિયનશિપ પોતાના નામે અંકે કરી હતી કાલે લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનાર તરીકે ગિલ અને કિશન મેદાને ઉતર્યા હતા. 51 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી ઇતિહાસ રચ્યો હતો. ભારત એશિયા કપમાં આઠમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું. ઇશાન કિશને છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર સિંગલ લઈ વિજયી રન લીધો હતો.

વનડે ઇતિહાસની સૌથી ટૂંકી મેચ

104 બોલમાં સમાપ્ત, નેપાળ દત યુએસએ, કીર્તિપુર 2020
120 બોલમાં સમાપ્ત, શ્રીલંકા દત ઝિમ્બાબ્વે, કોલંબો 2001
129 બોલમાં સમાપ્ત, ઇન્ડિયા દત શ્રીલંકા, કોલંબો 2023
140 બોલમાં સમાપ્ત, શ્રીલંકા દત કેનેડા, પર્લ 2003

ભારત સામે કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર

50 રન, શ્રીલંકા, કોલંબો 2023
58 રન, બાંગ્લાદેશ, મીરપુર 2014
65 રન, ઝિમ્બાબ્વે, હરારે 2005

વનડે ફાઇનલમાં 10 વિકેટે જીત મેળવતી ટીમ

197/0    Ind vs Zim.       1998
118/0    Aus vs Eng.      2003
51/0     Ind vs SL.         2023

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.