જીટીયુ દ્વારા સેમેસ્ટર પાંચમાના પરિણામને રેન્કવાઇઝ જાહેર કરાતા આપણા સૌરાષ્ટ્રના રાજકોટની વીવીપી એન્જીનીયરીંગ કોલેજના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં એસ.પી.આઇ. મુજબ નંબર વનનો દબદબો જાળવી રાખેલ છે.
પમાં સેમેસ્ટરના પરિણામ મા સમગ્ર ગુજરાતમાં જીટીયુ ટોપ ૧માં માં બધી જ બ્રાંચમાં વીવીપીના વિઘાર્થીઓ માકડીયા કોમ્પ્યુટર એન્જી. સી.પી.આઇ. મુજબ પ્રથમ, કાનાબાર રાધીકા જગદીશચંદ્ર સી.પી.આઇ. મુજબ ત્રીજો ક્રમાંક, નાકરાણી પ્રજ્ઞાબેન પ્રવિણભાઇ બાયોટેકનોલોજી એસ.પી.આઇ. તથા સીજીપીએ મેજબ બીજો ક્રમાંક પ્રાપ્ત કરી વીવીપીનો દબદબો બેકરાર રાખેલ છે.
સમગ્ર ગુજરાતમાં જીટીયુ ટોપ ૧૦માં બ્રાંચ વાઇઝ વીવીપીના બાયોટેકનોલોજી વિભાગના ૧૦ વિઘાર્થીઓ નેનો ટેકનોલોજી વિભાગના-૧૦ વિઘાર્થી ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના-૦૩ વિઘાર્થીઓ, મીકેનીકલ વિભાગના-ર વિઘાર્થી, કોમ્પ્યુટર એન્જી. વિભાગના-ર વિઘાથી ઇલેકટ્રીકલ વિભાગના-૩ આમ કુલ ૩૦ વિઘાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે.