છેલ્લા 10 દિવસથી સિંગતેલના ભાવમાં એકધારો ઘટાડો કપાસિયા સહિત સાઇડના તેલના ભાવ પણ સ્થીર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માકેટીંગ યાર્ડમાં નવી મગફળી અને નવા કપાસની આવક શરુ થવાના કારણે સિંગતેલ તા કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ઘટાડો નોંધાય રહ્યો છે. સિંગતેલના ભાવમાં છેલ્લા 10 દિવસથી એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ડબ્બે 100 રૂપિયા નીકળી ગયા છે. જયારે કપાસિયા સહિત સાઇડના તમામ તેલના ભાવ સ્થીર જોવા મળી રહ્યા છે.
સાતમ-આઠમના તહેવારમાં સિંગતેલના ડબ્બાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા. દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માકેટીંગ યાર્ડમાં છેલ્લા એકાદ પખવાડીયાથી નવી મગફળીની આવક શરુ થવા પામી છે. જેના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરુ થયો છે. છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયા જેવો ઘટાડો નોંધાયો છે. હાલ સિંગતેલના ડબ્બાના ભાવ 2900 થી 3000 રૂપિયા બોલાઇ રહ્યા છે. બ્રાન્ડેડ ડબ્બાના ભાવ થોડા ઉંચા છે. બીજી તરફ તેલ મિલરો દ્વારા જુનો સ્ટોક પર છુટો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે બજારમાં માંગ કરતા પુરવઠો વધુ છે જેથી ભાવમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. નવા કપાસની પણ થોડી થોડી આવક શરુ થઇ રહી છે. જેના કારણે કપાસિયા તેલના ભાવ પણ ઘણા દિવસોથી સ્થીર છે કપાસિયા તેલના ડબ્બાના ભાવ હલ 1પ00 રૂપિયા આસપાસ સ્થીર છે જયારે વાયદા બજારમાં પણ નરમાશ હોવાના કારણે મોટાભાગે વિદેશથી આયત થતા પામતેલ અને સન ફલાવર તેલના ભાવ પણ સ્થીર છે.
નવરાત્રિના તહેવાર આસપાસ મગફળી અને કપાસની પુરજોશમાં આવક શરુ થશે જેની અસર તળે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં હજી પણ ઘટાડો થવાની પ્રબળ સંભાવના જણાય રહ્યો છે.