વિકલાંગ લોકો પણ પાણીમાં યોગ સાધના કરી શરીર સ્વસ્થ રાખી શકે છે: એકવા યોગથી બોડીનો દુ:ખાવો થાય છે ગાયબ
શહેર ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર ખાતે આરએમસીના નેજા હેઠળ એકવા યોગા કરાવવામાં આવે છે આ યોગામાં હજાર જેટલી મહિલાઓ ભાગ લયે છે સાથે જ વિકલાંગ બાળકોને પણ એકવા યોગા કરી સ્વસ્થ રાખવામાં આવે છે. જે લોકો જમીન ઉપર યોગા નથી કરી શકતા જેમને સાંધાનો કે અન્ય બોડીના દુખાવા ઓ હોય છે તે લોકોને પાણીમાં યોગા કરાવવાથી દુખાવો થતી નથી. અને સ્વસ્થ શરીર રાખી શકે છે. વિકલાંગ બાળકોને પણ એકવા યોગાથી જે તેમના શીર ના અંગો કામ કરતા હોય તે એકવા યોગાથી વધારે હલન ચલન કરી શકે છે. યોગાએ લોકોને આઘ્યાત્મીક તરફ લઇ જાય છે. યોગા કરવાથી માણસને માણસ બનતા શીખવે છે. યોગા બાળકો, યુવાનો, વૃઘ્ધો બધાને માટે અલગ અલગ હોય છે તેના ફાયદાઓ પણ અલગ અલગ હોય છે. યોગથી માણસના શરીર ના રોગો પણ દુર થઇ જાય છે. યોગ એ પુરાણો ગ્રંથોમાં પણ ખુબ જ માનનીય ગણાય છે તેથી યોગના ઘણા બધા ફાયદાઓ છે તે હેતુથી આ એકવા યોગા કરાવવામાં આવે છે અને લોકોને સ્વસ્થ જીવન જીવવાની શીખ આપવામાં આવે છે.
યોગ લોકોને આઘ્યાત્મિકતા તરફ લઇ જાય છે: અલ્પા શેઠ
અલ્પાબેન શેઠ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તે પોતે યોગા ઇન્ટઠ્રકસ્થર છે. છેલ્લા ૧ર વર્ષથી તે પોતે કાર્યરત છે. યોગા એટલે માત્ર યોગ આસન નથી પણ યોગ અને આસનમાં ઘણો બધો ફર્ક છે યોગ આસનએ માત્ર શારિરીક ક્રિયાઓ છે જે તમે આશનો દ્વારા કરી શકો છો પણ યોગ એ માણસને માણસ બનાવતા શીખવે છે. યોગના પ્રકારમાં જ્ઞાનયોગ, ધર્મયોગ, ભકિતયોગ, લયયોગ, રાજયોગ, કર્મયોગ, મંત્ર યોગ આવા ઘણા બધા યોગના પ્રકાર છે.
દરેક ઉમરના લોકો આસન કરી શકે છે. ૧૦ વર્ષથી જ યોગ કરવાનું શરુ કરવું વધારે જરુરી છે. બાળકના યોગમાં બાળકોને યાદ શકિત વધે, આંખના નંબર આવે ભણવામાં ઉપયોગી થાય હાઇટ વધે તેવા આસનો, યુવાનોમાં કામનું સ્ટ્રેટસ વધારે હોય છે. એટલે તેમને મેંટલી રીલેકસેશન અથવા તો તેની કાર્યક્ષમતામાં વધારે થાય તેવા આસનો વૃઘ્ધાને તેમની ઉપર ને લગતા આસનો કરાવવાના આવે છે. વૃઘ્ધાને શરીરની ક્ષમતા ધટતા રોગો આવતા હોય છે. પણ રોગને લગતા આસનો કરી રોગ પર પણ કાળે કરી શકાય છે અને યોગ કોઇપણ નીષ્ણાંતની દેખરેખમાં જ કરવા યોગએ સૌવથી ઉત્તમ છે.
એકવા યોગથી બોડીના પાર્ટસ વ્યવસ્થિત હલન ચલન થઇ શકે: ધૃતિ-વિશ્વાસા
ડાંગર ધૃતિ અને વિશ્ર્વાસા અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે તેઓના બોડીના પાર્ટસ વ્યવસ્થિત રીતે હલન ચલન થઇ શકે છે. અને દુ:ખાવા પણ દુર થાય છે. અને વિપુલભાઇ પણ સારી ટ્રેનીંગ આપે છે જેથી ઘણા ફાયદાઓ થાય છે અને એકવા યોગા કરવા અમને ખુબ જ પસંદ છે.
હાથ-પગમાં રિફ્રેશમેન્ટ અને બોડીમાં ઓકિસજન વધવાથી સારુ લાગે છે: તાળા યશ્વી
તાળા યશ્વિએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે પાણીમાં યોગા કરવાથી રિફેશમેન્ટ થાય છે.હાથ અને પગમાં રિફ્રેશમેન્ટ થાય છે અને બોડીમાં ઓકિસજન વધવાથી સારું લાગે છે.યોગા એવી વસ્તુ છે કે પાણીમાં કરવાથી બોડી લઇાટ થઇ જાય છે જેનાથી આપણને (ગ્રેવીટેસ્નલ) ફલો લાગતો નથી અને ખુબ જ સરળતાથી પાણીમાં યોગા કરી શકીએ છીએ.