1 જાન્યુઆરી 2022થી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Plastic) ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે. એટલું જ નહીં 120 માઇક્રોન સુધીની પ્લાસ્ટિકની થેલીઓ અને 240 માઇક્રોન સુધીની નોન-વણાયેલા બેગનો ઉપયોગ પણ બંધ થઈ જશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાયલએ પ્લાસ્ટિકના કચરાના દુષ્પ્રભાવોને ધ્યાનમાં રાખીને આ સંદર્ભમાં સૂચનાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ 60 દિવસ માટે જાહેર મુશ્કેલીઓ અને સૂચનો માટે પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવ્યો છે. ત્યાર બાદ તેની ગેઝેટ નોટિફેકેશન બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વડા પ્રધાન કાર્યાલય (PMO)એ પ્લાસ્ટિકના ઉપયોગને મર્યાદિત કરવા એક બેઠક યોજી હતી.
વાર્ષિક 16 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો નિકળે છે
આ બેઠકમાં જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, માઇક્રો પ્લાસ્ટિક એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓનો ઉપયોગ જાન્યુઆરી 2022 સુધીમાં સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ. અગાઉ ફક્ત 50 માઇક્રોન સુધીની પ્લાસ્ટિકની થેલીઓ અને વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનો નિયમ હતો. આ નવા નિયમો, જે દેશભરમાં સમાનરૂપે લાગુ પડે છે, તેને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારણા) નિયમો, 2021 કહેવાશે. દિલ્હીના પર્યાવરણ વિભાગના વિશેષ સચિવ કે.એસ. જયચંદ્રને પણ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (ડી.પી.સી.સી.) અને દિલ્હી પાર્ક્સ અને ગાર્ડન્સ સોસાયટીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે આદેશો જારી કર્યા છે.
આ સંદર્ભે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, આ યોજના નાના ઉદ્યોગો અને વેપારીઓને અસર ન કરે. તેમજ કચરાના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ આ વર્ષે 30 સપ્ટેમ્બરથી પોલિથીન બેગની જાડાઈ 50 માઇક્રોનથી વધારીને 120 માઇક્રોન કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં, દેશમાં 50 માઇક્રોનથી ઓછીની પોલિથીન બેગ પર પ્રતિબંધ છે.
15 ઓગસ્ટ 2022એ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આ દરમિયાન, નિયમો હેઠળ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
બે તબક્કામાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રતિબંધ હશે. પ્રથમ 1 જાન્યુઆરી 2022 થી પ્લાસ્ટિકના ફ્લેગો, ફુગ્ગાઓ અને કેન્ડી સ્ટીક બેન જેવી કેટલીક પ્લાસ્ટિક વસ્તુઓ હશે અને ત્યારબાદ 1 જુલાઈ 2022થી ત્યાં પ્લેટો, કપ, ગ્લાસ, કટલેરી જેવા કે કાટા, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, રેપિંગ, પેકિંગ ફિલ્મો, આમંત્રણ કાર્ડ,સિગરેટ જેવા પ્લાસ્ટિક પર બેન લાગી જશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, જે વસ્તુઓના વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે તે વસ્તુઓ પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવાનો છે. સાથે કચરો વ્યવસ્થાપન પ્રણાલીને સંકલન કરવાની જવાબદારી શહેરી સ્થાનિક સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોની રહેશે.