Abtak Media Google News
  • મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરતી બી.એચ.ગાર્ડી કોલેજ

વર્તમાન સમય સમગ્ર વિશ્ર્વ ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સામે જજુમી રહ્યું છે, ત્યારે બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના આચાર્ય, પ્રોફેસર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલ સિંગલ સીટ ઇલેક્ટ્રીક બાઈક’ ડિઝાઇનને ભારત સરકાર દ્વારા પેટન્ટ પ્રાપ્ત થઈ જે ગાર્ડી પરિવાર માટે ગૌરવપૂર્ણ બાબત છે.

આજે વિશ્ર્વના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની વિપરીત અને ગંભીર અસરોનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ ભારતમાં વસ્તી કરતાં વાહનોની સંખ્યા વધારે છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગની આ સમસ્યાના ઉકેલ માટે બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન હાંસલિયા, આચાર્ય ડો. વિમલ પટેલ અને મિકેનિકલ વિભાગના પ્રો. વિજય મહેતા દ્વારા આવિષ્કાર કરવામાં આવેલ સિંગલ સીટ ઇલેક્ટ્રીક બાઈકને ભારત સરકાર દ્વારા પેટન્ટ પ્રાપ્ત થઈ છે. આ સિંગલ સીટ બાઈકની વિશેષતા જોઈએ તો તે ઓછું વજન અને વધુ કાર્યદક્ષતા ધરાવે છે અને દ્વિચક્રીય વાહન ચલાવતા લોકો માટે વધુ અસરકારક આ બાઈક એક ઉત્તમ વિકલ્પ બની રહેશે તેવી આશા સેવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ ઈલેક્ટ્રીક બાઈક ધ્વની પદુષણ, હવાનું પ્રદુષણ અને પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વનું સાબિત થશે.  ભારત સરકાર દ્વારા પેટન્ટ મળવા બદલ ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી.વી. મહેતા અને ડાયરેક્ટર જય મહેતાએ મિલન હાંસલિયા, આચાર્ય ડો. વિમલ પટેલ અને મિકેનિકલ વિભાગના પ્રો.વિજય મહેતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.