ધોરાજી મા આધાર કાર્ડ મા ફેરફાર કરવા કે અપડેટ કરવા આધાર કાર્ડ બેન્ક સાથે જોડવા તથા અન્ય જગ્યાએ આધાર કાર્ડ નો ઉપયોગ કરવા માટે લોકો હેરાન ફક્ત એક જગ્યાએ આધાર કામગીરી થતા લોકો પરેશાન  થતા હાવેાની વ્યાપક ફરિયાદ  ઉઠી રહી છે.

: ધોરાજી ની બેન્ક ઓફ બરોડા ની બહાર લોકો ની લાંબી કતારો જોવા મળી આ લાઈન બેન્ક મા નાણાકીય વહીવટ કરવા માટે ની કતાર નથી બેન્ક ન ખુલી હોય તે પહેલા નાના બાળકો સાથે મહિલાઓ તથા પોતાનો ધંધો.વેપાર રોજગાર મજુરી કામ મુકી ને વહેલી સવારે લોકો લાંબી કતાર મા ઉભુ રહેવાની નોબત આવી હતી કારણ કે ધોરાજી ની બેન્ક ઓફ બરોડા માજ આધાર કાર્ડ ની તમામ કામગીરીઓ બેન્ક શિવાય ક્યાય કામગીરી થતી નથી અન્ય કોઈ સરકારી કચેરી મા આધાર કાર્ડ ની કામગીરીઓ બંધ છે

જેથી ફક્ત એક જગ્યાએ આધાર કાર્ડ ની કામગીરી થાય છે એ પણ બેન્ક ઓફ બરોડા ખાતે બેન્ક ની ઘણી નાણાંકીય વ્યવહાર થતા હોય અને તંત્ર દ્વારા વધારી ની આધાર કાર્ડ ની જવાબદારી સોંપાઈ છે  નાણાંકીય વ્યવહાર કરવો કે આ આધાર કાર્ડ ની કામગીરી કરવી એ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છતાંય બેન્ક ઓફ બરોડા જેટલો લોકો ને સહકાર આપી રહયા છે

લોકો ને આધાર કાર્ડ ની કામગીરી માટે ટોકન સીસ્ટમ થી વારો આવે છે અને ટોકન પણ મર્યાદિત અપાઈ છે તેથી અન્ય લોકો ને રોજ ના ધક્કાઓ ખાવા પડી રહયા છે તેથી લોકો ને હેરાન પરેશાન થવુ પડે છે ત્યારે લોકો ની માંગ છે કે અન્ય જગ્યાએ પણ સરકારી કચેરીઓ મા આધાર કાર્ડ ની કામગીરીઓ કરવામા જેથી આધાર કાર્ડ ની કામગીરીઓ માટે હેરાનગતી વેઠવી ન પડે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.