જીગરદાન ગઢવી જેને જિગ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અમદાવાદ, ભારતના ભારતીય પ્લેબેક ગાયક, ગીતકાર, કલાકાર અને સંગીતકાર છે. તેણે ગુજરાતી સિનેમામાં હાર્દિક અભિનંદન ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેઓ ગુજરાતી સિનેમામાં લવ ની ભવાઈના ગીતો “વ્હાલમ આવો ને”, ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝના “માને કહી દે”, ફિલ્મ ચાલ જીવી લાયેના “ચાંદ ને કહો” ગીતો માટે જાણીતા છે. અને તેના કેટલાક સિંગલ ગીતો જેમ કે ધીમો વરસાદ, મોગલ તારો આશરો અને મોગલ આવે. તેણે હાર્દિક અભિનંદન, આઈ વિશ અને લેપેટ ફિલ્મો માટે પણ સંગીત આપ્યું છે.
ગાયક કલાકારમાં પ્રખ્યાત થયેલ ગુજરાતી સિંગર જીગરદાન ગઢવી અને તેની યતિ ઉપાધ્યાય સોશિયલ મીડિયામાં ફોટોઝ શેર કર્યા છે. કલાક્ષેત્રે ગુજરાતીઓએ અવારનવાર વિવિધ સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે. પાછલા અમુક વર્ષોમાં મુખ્યત્વે ચલચિત્ર ક્ષેત્રમાં ગુજરાતી કલાકારોએ આગવી ઓળખ બનાવી છે.
જિગરદાન ગઢવી અને યતિ ઉપાધ્યાય હાલ સોશિયલ મીડિયામાં ફોટોઝ શેર કર્યા છે. જિગરદાનએ ગ્રીન અને વ્હાઇટ કલરનું શુટ પહેર્યું છે અને યતિએ પિંક અને ગોલ્ડન કલરની સદી પહેરી છે. બંને લોકો અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તેણીએ ગળામાં નેકલેશ અને હાથમાં ચૂડલો પહેર્યો છે. તેણીએ ન્યુડ શેડ મેકઅપ અને પિંક લિપસ્ટિક કરી છે. બંનેનો આ લુક જોઈ તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.