- બિહારી હેમુ ગઢવી અને જીતુ કવિ ‘દાદ’ અને વાદ્યવૃંદે સ્વર સુમન રજૂ કર્યા: રાજેન્દ્ર ગુપ્તા પરિવાર દ્વારા અનેરૂ આયોજન
- અબતક ચેનલ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આ લાઇવ કાર્યક્રમ હજારો લોકોએ માણ્યો હતો
આકાશવાણી રેડિયો સાથે 37 વર્ષની દીર્ઘ ઉજ્જવળ કામગીરી સાથે જોડાયેલા જાણિતા ગાયિકા-લેખિકા અને ઉદ્ઘોષિકા ભારતી વ્યાસ સ્મૃતિ પુસ્તક ‘ડિયર ભા’નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાજેન્દ્ર ગુપ્તા, આલોક ગુપ્તા પરિવાર દ્વારા યોજવામાં આવેલ હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત ઉદ્ઘોષક અને જાણિતા નાટ્યકાર ભરત યાજ્ઞિક, આકાશવાણી રાજકોટના પ્રોગ્રામ હેડ ગીતાબા ગીડા, એડવોકેટ સંજય વ્યાસ, ગાયક સંગીતકાર બિહારીદાન ગઢવી અને માહિતી ખાતાના પૂર્વ સહાયક માહિતી નિયામક નિરાલા જોશી અને જીતુ કવિ દાદ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજેન્દ્ર ગઢવી તથા હેમુ ગઢવી પરિવારે ખાસ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં બિહારી હેમુ ગઢવી અને જીતુ કવિ ‘દાદ’ અને વાદ્ય વૃંદે લોકસાહિત્યનો સુંદર સંગીત કાર્યક્રમ રજૂ કર્યો હતો.
કાર્યક્રમ પ્રારંભે ખૂબ જ જાણીતી આકાશવાણીની નાટ્યશ્રેણી રાણકદેવીનું સ્ટેજ નાટ્ય મંચન કલાકારો દ્વારા રજૂ કરી હતી. સર્વો મહેમાનોએ ભારતીબેન વ્યાસનાં આકાશવાણીના કાર્યોને યાદ કરીને તથા હેમુ ગઢવી અને ભારતીબેન વ્યાસના પ્રસંગો યાદ કરીને લોક સાહિત્ય અને એ જમાનાના ગીતોને ઓડિયો સ્વરૂપે વગાડ્યા હતા. આજથી 60 વર્ષ પહેલાના એ કાર્યક્રમોમાં આપણા પ્રાચિન ગીતો સાથે વિવિધ પ્રસંગોને પોતાના ઉદ્બોધનમાં મહેમાનોએ જણાવ્યા હતા.
સર્વો મહેમાનોના વરદ્ હસ્તે સ્મૃતિ પુસ્તક ‘ડિયર ભા’નું અનાવરણ કરાયુ હતું. સંગીત અને લોકસાહિત્ય ક્ષેત્રે રસ ધરાવતા અને આકાશવાણીનો સ્ટાફ સાથે પ્રબુધ્ધ નાગરીકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જાણીતા કલાકાર ’ડિયર ભા’ના લોકાર્પણ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ તકે આકાશવાણી, સંગીતકાર બિહારી દાન ગઢવી અને માહિતી ખાતાના સહયોગ સાથે આ કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો હતો. આ તકે અનેક મહાનુભાવોએ જુદી યાદોને પણ તાજી કરી હતી. હેમુ ગઢવી હોલ ખાતે દર્શકો સામે રજૂ થયેલા નાટક જોઈને તેઓ પણ સ્તબ્ધ રહી ગયા હતા. તો બીજી તરફ ’ડિયર ભા’ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. બિહારી હેમુ ગઢવી અને જીતુ દાદ અને વાદ્યવૃંદે સ્વર સુમન પણ રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ રાજેન્દ્ર ગુપ્તા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.