વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે સિંગાપોરમાં બીજો અને છેલ્લો દિવસ છે. સિંગાપોરમાં આજે પીએમ મોદીએ અમેરિકી રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી હતી. આજે અહીં તેમણે શ્રીમરમ્મન મંદિરમાં કર્યા દર્શન કર્યા પછી ચૂલિયા મસ્જિદની મુલાકાત લીધી હતી. આ સિવાય મોદી આજે ઈન્ડિન હેરિટેજ સેન્ટર અને સિંગાપોર નેવીબેઝની પણ મુલાકાત લીધી હતી.. મેટિસ સાથે મુલાકાત કર્યા પહેલા પીએમ મોદી સિંગાપોરના પૂર્વ વડાપ્રધાન ગોહ ચોક તોંગને પણ મળ્યા હતા.
Prime Minister Narendra Modi visits Changi Naval Base in Singapore pic.twitter.com/DD6wQQnPk9
— ANI (@ANI) June 2, 2018
– મંદિરમાં દર્શન કર્યા પછી મોદીએ ચૂલિયા મસ્જિદની પણ મુલાકાત લીધી હતી
– મોદીએ સિંગાપોરમાં શ્રીમરમ્મન મંદિરે દર્શન કર્યા
– પીએમ મોદીએ અમેરિકી રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી.
– પીએમ મોદી અને ગોહ ચોક તોંગે સિંગાપોરના ફ્લિફોર્ડ પાયરમાં મહાત્મા ગાંધીજીની તકતીનું અનાવરણ કર્યું હતું.