૧૦ માંથી ૭ સ્ટાર્ટઅપ ભારતીયો ઉદ્યોગપતિઓના
વિશ્ર્વમાં ઉભી થયેલી ઔદ્યોગીક ક્રાંતિના નવા ઉદ્યોગો શરૂ કરવા માટે દક્ષિણ પૂર્વ એશિયા, સીંગાપુર અત્યારે ઉદ્યોગપતિઓનું સ્વર્ગ બની રહ્યું છે. મોટાભાગના ભારતીય મુળના ઉદ્યોગપતિઓ દક્ષિણ-પૂર્વ એશિયા તરફ વળી રહ્યાં છે. દરેક ૧૦ નવા ઉભા થતાં ઔદ્યોગિક એકમોમાં ૧ થી ૭ સાહસો તો ભારતીયો કે મુળ ભારતીય ઉદ્યોગપતિઓના જ હોય છે. વિશ્ર્વમાં અત્યારે દક્ષિર-પૂર્વ એશિયા, સીંગાપુરની સરકાર દ્વારા નવા ઉદ્યોગપતિઓને ઝડપી ધિરાણ વ્યવસ્થા અને સરળતાથી મંજુરીઓ અને સમસ્યાઓના ઉકેલ માટે ખુબ ચીવટ દર્શાવતા હોવાથી નવા ઉદ્યોગપતિઓ માટે દક્ષિણ-પૂર્વનો આ વિસ્તાર સ્વર્ગ સમો બની રહ્યો છે.
બેન્ક ઓફ ન્યુયોર્કના અગ્રણ્ય અને હોંગકોંગ, સિંગાપુરમાં મોટુ નેટવર્ક ધરાવતું નવીન સુરીએ જણાવ્યું છે કે, મેં સાંભળ્યું હતું કે સિંગાપુરમાં ધંધો કરવો સરળ છે. પરંતુ જયારે ૨૦૧૪માં ડેડા ટેકનોલોજી કંપની માત્ર ૩૦ જ મિનિટમાં ઉભી કરવાની તક મળે ત્યારે તેણે તેનો નિર્ણય બદલ્યો. નોંધણીથી લઈ એમઓયુ સહિતની તમામ પ્રક્રિયા ૧૦:૪૦ થી ૧૧:૧૦ સુધીમાં પુરી કરી સરકાર દ્વારા મંજૂરી લઈ વેબસાઈટ સર્જન કરવાની તમામ પ્રક્રિયા વ્યવસ્થા સુરી માટે ખુબ સુખદ અનુભવ હતો.
બેન્ટેના સ્થાપક ચંદ્રિમાદાસે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ એશિયા નવા ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિનો દ્વાર છે જયાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને ખમીલની વધુ તકો છે. સિંગાપુરમાં રહી આખી એશિયાની બજાર પર ધ્યાન આપી શકાય. સિંગાપુરમાંથી હોંગકોંગ, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને અન્ય દેશોમાં સારી રીતે કામ કરી શકાય છે. અને અત્યાર શ્યામ કોર્મર્શીયલ બેન્ક સાથે કામ કરીએ છીએ જે મિલિયન ગ્રાહકો સાથે જોડાયેલી છે. સિંગાપુરને વસ્તીની દ્રષ્ટીએ મુલવીએ તો ૫.૬ મિલિયનની વસ્તી છે.
દાસના મત મુજબ સિંગાપુરમાં ધંધા માટે ખુબ જ અનુકુળતા છે. કારણ કે અહીં સરકાર દ્વારા મંજૂરી અને વહીવટી પ્રક્રિયામાં ખૂબ જ ઝડપની સાથે સાથે સુરક્ષા, કસ્ટમ, ચેકિંગ અને ઓડિટની કામગીરી પણ ઝડપથી થાય છે. થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સાથે વેપાર કરવા માટે અહીં સરળતાથી આર્થિક વ્યવસ્થાપન અને ધંધાની મંજૂરીનું લાયસન્સ સરળતાથી મળી જાય છે.
સિંગાપુરમાં ઉદ્યોગપતિઓ માટે ખાસ આકર્ષણનું કારર ઓછુ કર ભારત કરતા અહીં ટેક્ષ અડધુ જ છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં કમાણીમાંથી વધુમાં વધુ બચત થાય છે અને ઉત્પાદનનું પોષણક્ષમ ભાવ મળે છે તેમ સીઈઓ શૈલેષ તિવારીએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું છે કે, સરકાર ર્સ્ટાટઅપ માટે ખૂબ પ્રોત્સાહન આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપુરના અધિકારીઓની હાજરીમાં નવેમ્બર ૨૦૧૮માં સિંગાપુરમાં યોજાયેલા ફાઈન ટેક ફ સ્ટીવલનો અનુભવ દર્શાવતા સુરીએ જણાવ્યું હતું કે એ અનુભવ સારો હતો. ત્રણ જ વર્ષના ગાળા દરમિયાન અમેરિકા સ્થિત ૧૦૦ બેન્કોનું અમને સંકલન મળ્યું.
ફાઈનલટેક ફેસ્ટીવલમાં ૪૦ હજાર ઉદ્યોગપતિઓએ હિસ્સો લીધો હતો. તેમાં પણ ૧૦%થી વધુ ભારતીયો અને તેમાં પણ નવા સાહસિકો હતા. ભારતીયોના નવા ઉદ્યોગોની સ્થાપના આ સફળતાના કેન્દ્રમાં જ રહેલી છે. અંકિત બોસની ફેશન સ્ટાર્ટઅપ જીલિંગાએ ૨૨૬ મિલિયન ડોલરનું તેના મુળ કુલ ૯૭૦ મિલિયન ડોલર આજે ૨૦ મિલિયન ડોલરના ભંડોળના હિસ્સેદારી તરીકે ઉભુ કરવામાં સફળતા મેળવી છે. એક મહિલા ઉદ્યોગપતિની સાહસિકતાને આવો સહકાર બીજે કયાં મળે.
દક્ષિણ-પૂર્વ એશિયાની સરકારો હવે ઉદ્યોગપતિઓનું પ્રારંભિક મુળી ઉપરાંત સરળ મંજૂરીની પ્રક્રિયા અને તમામ પ્રક્રિયાઓની સમસ્યાઓનો હાથો હાથ અને તાત્કાલીક નાણાંકીય સહાય જો નાના ઉદ્યોગોની વૃતિ હોય તો સરકાર અનુભવી કામદારો કે જેઓની ઉંમર ૬૦થી વધુ હોય તેવા લોકોને રોજગારી આપનાર સરકાર દ્વારા ઉદ્યોગપતિઓને પગાર માટે પણ સબસીડીની ઓફર કરવામાં આવે છે.
સિંગાપુરમાં નવા ઉદ્યોગીક સાહસિકોનાં ૧૦ માંથી ૭ તો મુળ ભારતીયઓ હોય છે. સિંગાપુર ફાઈનટેક એસો.માં ૧૦ માંથી ૩ સભ્યો ભારતીય છે, ત્યારપછી ચીન અથવા મલેશિયાનો વારો આવે છે. અહીં ઔદ્યોગિક કલર્સ્ટરમાં ૩૫૦થી વધુ નવા ઉભા થયેલા વ્યવસાયોમાં સરકારની ખુબજ સકારાત્મક ભૂમિકા છે. ગયા ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ અને દિલ્હીમાં યોજાયેલા એક સમારોહમાં સિંગાપુરનાં ઉદ્યોગિક એકમોની સ્થાપના અને તેના વિકાસની સિધ્ધિના અહેવાલમાં ૩૫૦ નવા ઉદ્યોગોમાં ૬૦ મિલિયન ડોલરના રોકાણમાં એકટયુલ એએલમાં ૧૦ મિલિયન ડોલરનું રોકાણ થયાનું વરૂણ મિત્તલે જણાવ્યું હતું.
સિંગાપુરનું આ વાતાવરણ નવા ઉદ્યોગપતિઓ માટે ખૂબજ અનુકુળ માહોલ પ્રદાન કરે છે. સિંગાપુર સરકાર નવો ઉદ્યોગપતિઓને તમામ પ્રકારની પ્રારંભિક મદદ અને જરૂરિયાતો પુરી પાડે છે. સિંગાપુરનાં ઔદ્યોગિક લાભાર્થીઓને સરકાર ઘણા આર્થિક લાભો આપે છે. નવા ઉદ્યોગના ભાગીદાર પ્રજીત નાનુને પણ સરકારનો ઉદાર વલણનો અનુભવ થયો હતો. મુંબઈમાં બાળપણ વિતાવનાર પ્રજીત નાનુએ સિંગાપુરમાં ધંધો કરવાનું નકકી કર્યું. ૨૦૧૫માં નવા ઉત્પાદન સાથે બજારમાં આવેલા આ નવા સાહસિકને તમામ જ‚રિયાતો ૪૦% થી રાહત સિંગાપુરમાં નવો ધંધો શરૂ કરવાનો ખુબ સારો અનુભવ રહ્યો છે.
ભારતમાં એવી કોઈ સુવિધા નથી જયારે સિંગાપુરમાં સરકાર ક્રેડિટકાર્ડ માટેનું લાયસન્સ સરળતાથી આપે છે. ભારતમાં જો કોઈ પરવાનગી માટે અરજી કરી હોય તો ઓછામાં ઓછો ૨ થી ૧૨ મહિનાનો ગાળો વીતી જાય. બીજી એક એ બાબત પણ છે કે હજુ માત્ર આંગણીના ટેરવે ગણી શકાય તેટલી જ ભારતીય બેન્કોની શાખા સિંગાપુરમાં કાર્યરત થઈ છે. નેનુના જણાવ્યા મુજબ નવા ઉદ્યોગપતિઓને સરકારનું સતત માર્ગદર્શન મળતું હોવાથી ૨૦૧૦માં જ ડઝનબંધ ભારતીય ફાઈનટેક કંપનીઓ શરૂ થઈ હતી.
૨૦૧૦-૧૧ નવા ઉદ્યોગોની આવક અને રોકાણમાં સિંગાપુરની સરકારે વસંત ખીલવી હોય તેમ ખુબ જ સારૂ વાતાવરણ ઉભુ કરવામાં સરળતા મેળવી છે. કોઈપણ નવો ઉદ્યોગ શરૂ કરવો હોય તો ઉદ્યોગપતિઓને રાહત આપવા સાથે સહયોગ અને મંજુરીની સરળ પ્રક્રિયા સિંગાપુરની એક ખાસ તાસીર બની ગઈ છે. નવા ઉદ્યોગપતિઓને સરળતાથી મંજુરી, આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે પાયાનો ભંડોળ, ભાગીદાર, રોકાણકારોની ઉપલબ્ધી, સરકારી અને ખાનગી ધોરણે સરળતાથી અને સસ્તા વ્યાજના દરે મળતી લોનની ઉપલબ્ધી, સ્ટાર્ટઅપ, ડેવલોપમેન્ટ સ્કીમ (સીડઝ) દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત રોકાણકારોને સરકારી, ખાનગી ધિરાણ અને આર્થિક ભાગીદારોના રૂપમાં ૧.૪૭ મિલિયન ડોલર જેટલું ભંડોળ અપાયું છે. ૨૫૦ જેટલા નવા ઉદ્યોગોમાં એવા ભારતીય ઉદ્યોગપતિઓ છે કે જેમણે ૩૭ હજાર ડોલર સુધીના આર્થિક લાભો અને નાણાની જોગવાઈ સરકારી અને બીન સરકારી ધોરણે મેળવીને ઉદ્યોગપતિ થવાનું તેમનું સપનું પૂરું કર્યું છે. જેમાં ફાઈનટેક, ફેટલીસ્ટ, રોકસ્ટાર અને નુટકુ જેવા નવા ધંધાઓનો સમાવેશ થાય છે.
સિંગાપુરમાં શરૂ થતા દરેક ૧૦ ઉદ્યોગોમાં ૧ થી ૭ ભારત અથવા ભારતીય મુળના ઉદ્યોગ સાહસિકોના જ હોય છે. અહીં સરકાર નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અનેકવિધ રીતે મદદરૂપ થાય છે. નવા ઉદ્યોગપતિઓને મંજૂરીથી લઈ સરકારી ખાનગી અને ભાગીદાર તરીકે મુળી રોકાણ માટે અનેકિવધ વિકલ્પો મળી જાય છે. ગ્રાહકોની અખુટ માંગ ઓછા ટેક્ષ રેટ ભારતમાં લઘુતમ ટેક્ષ સ્લેબ ૩૦% છે. જયારે સિંગાપુરમાં આ દર ૧૭ થી ૨૨ % રહેલું છષ. ૨૦૧૨થી સિંગાપુર આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ માટે સ્વર્ગ બની રહ્યું છે.
સિંગાપુરમાં ઉદ્યોગ સ્થાપનારા ઈન્ડિયન ફાઈનટેક કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે, આરબીઆઈએ બદલેલા વલણના કારણે અમે ધંધામાંથી બહાર મુકાય જઈએ એવી સ્થિતિમાં મુકાય ગયાં છીએ સિંગાપુરમાં સરકાર દ્વારા જે રીતે ઉદ્યોગપતિઓને અને નવા સાહસિકોને પીઠબળ આપવામાં આવે છે. તેનાથી સિંગાપુર અત્યારે ભારતીય સાહસિકો માટે જ‚રી વાતાવરણ, સિંગાપુર સરકારે ખૂબ સારી રીતે ઉભુ કર્યું છે.
ભારત અને ખાસ કરીને ઉદ્યોગ સાહસિકતા માટે ગુજરાતી સમગ્ર વિશ્ર્વમાં સૌથી આગળ રહે છે. સિંગાપુર સરકારે નવા ઉદ્યોગપતિઓ માટે માત્ર નવા ઉદ્યોગની સ્થાપના માટે ઈઝન નહીં પરંતુ કોઈપણ ધંધામાં સાહસ કરનારને આગળ વધવા માટે અને પછાડી દેવા માટે કયાં કયાં પરિબળો કારણભૂત હોય છે તેનું સંપૂર્ણ વિશ્લેક્ષણ કરી પોતાના દેશમાં ઉદ્યોગપતિઓ માટે સલામત અને સરળ મંજૂરીની પ્રક્રિયા રોજગારીને પ્રોત્સાહન આપવાની યોજનામાં નવા, ઉદ્યોગપતિઓ જો પોતાના કારખાનામાં ૬૦ વર્ષથી વધુની વયના કામદારોને કામ પર રાખે તો સરકાર દ્વારા પગાર માટે અપાતી સબસીડી મંજૂરીથી લઈ લાયસન્સ મેળવવા માટે સરળ પ્રક્રિયા ખાનગી અને સરકારી નાણાકીય સહાય ઉપરાંત ફાયનાન્સીયલ પાર્ટનર સહેલાઈથી મળી જાય એવું વાતાવરણ સરકારે ઉભુ કર્યું છે. સિંગાપુર અત્યારે દક્ષિર, મધ્ય એશિયાનું ઉદ્યોગ સાહસિકો માટે સ્વર્ગ બની ગયું છે.