ગુજરાત રાજ્યને તેની ઓળખ મુજબ રાષ્ટ્રીય સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણકારો માટે એક મોટું હબ બનાવવા વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમીટનો પ્રારંભ કરાવ્યો હતો. જેના મૂળ પાયા પશ્ચિમ બંગાળના સિંગુરથી નખાયા હતા.
દેશની ટોચની કંપની ટાટાએ પશ્ચિમ બંગાળના સિંગુરમાં પ્રોજેક્ટ સ્થાપવા પર વિવાદ થયો હતો. મમતા બેનર્જીએ વિરોધ કરતા ટાટાએ ત્યાંથી લઈ ગુજરાતમાં પ્રોજેકટ શરૂ કરવા આગળ વધ્યું હતું. અને ગુજરાતમાં પહેલો વહેલો નેનો કાર માટેનો પ્લાન્ટ નખાયો. આમ, ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી. કહેવાય છે ને કે ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા… આ બાબતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જઈ ગુજરાતની આગવી ઓળખ સ્થાપવામાં પણ આ સમિટે મહત્વની ભૂમિકા ભજવી છે.
ગુજરાતમાં રોકાણ અને રોકાણકારો માટેની વ્યવસ્થા, ગુડ ગવરનર્ન્સથી આજે ઈન્વેસ્ટમેન્ટ માટેનું એક મોટું હબ બન્યું છે. વર્ષ 2003માં વાઇબ્રન્ટ સમિટની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ ‘વિકાસ’નું સૂત્ર વહેતું મૂક્યું હતું.
ત્યાર બાદ અત્યાર સુધી કુલ 9 સમિટ થઈ ચૂકી છે. તેમાં હજારો કરોડોના એમઓયુ (મૅમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) અને રોકાણની ઘોષણાઓ ચર્ચાનો વિષય બનતી રહી છે.