કાલે વિજયા દશમીના દિવશે કરાશે શસ્ર પુજન અને રાક્ષસ દહન
નવરાત્રિ સ્પેશિયલ
માઁ જગદંબાની આરાધનાના મહાપર્વ શારદીય નવરાત્રિનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે દેશભરમાં આસુરી શકિત પર દૈવી શકિતના વિજય એવા વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવશે. કાલે મંગળવારના દિવસે દશેરા આવતા હોય ગરબો પધરાવી શકાશે નહીં. ગરબો બુધવારે અથવા ગુરૂવારે પધરાવવાનો રહેશે.
વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીના જણાવ્યાનુસાર વિજયા દશમીએ ગરબો પધરાવવાનો હોય છે પરંતુ મંગળવારે ગરબો પધરાવી શકાતો નથી. આજથી બુધવારે ગરબો પધરાવવાનો રહેશે. અમુક ભાવિકો બુધવારે પણ ગરબો પધરાવતા હોતા નથી તેઓએ ગુરુવારે શુભ મુહુર્તે ગરબો પધરાવાનો રહેશે.
બુધવારે ગરબો મંદિરે અથવા નદીના વહેતા પાણીમાં પધરાવાનું શુભ મુહુર્ત સવારે લાભ 6.48 થી 8.14 કલાક, અમુત 8.14 થી 9.40 કલાક, શુભ 11.5 થી 12.31 કલાક, ચલ 3.22 થી 4.48 કલાક, લાભ 4.48 થી 6.13 કલાક સાંજે પ્રદોષ કાળનું શુભ સમય 6.15 થી 8.48 કલાક સુધી છે.
ગુરૂવારે ગરબો પધરાવા હોય તો શુભ ચોઘડિયા શુભ 6.48 થી 8.14 કલાક, ચલ 11.05 થી 12.31 કલાક, લાભ 12.31 થી 1.56 કલાક, અમૃત 1.56 થી 3.22 કલાક, શુભ 4.47 થી 6.13 કલાક, રાત્રીના શુભ ચોઘડીયામાં અમૃત 6.13 થી 7.47 કલાક સુધી છે.