રાજ્યના સ્ટેટ કોમર્શિયલ વિભાગ દ્વારા માહિતી જાહેર કરાઈ : 1875 શેલ કંપનીઓ સામે આવી
અબતક, અમદાવાદ
સમગ્ર ભારતમાં જીએસટી લાગુ થયા અને આશરે સાડા ચાર વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે ત્યારે જીએસટીમાં સતત બદલાવ અને ફેરફાર આવતા ની સાથે અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવતી હતી જેનો જીએસટી વિભાગ દ્વારા પર્દાફાશ પણ કરવામાં આવેલો છે. શકે સૌથી મોટી વાત તો એ છે કે આ સાડા ચાર વર્ષના સમયગાળામાં આશરે 32 હજાર કરોડથી વધુના બોગસ વ્યવહારો ઝડપાયા છે. આ માહિતી રાજ્યના કોમર્શિયલ ટેક્સ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી. અન્ય માહિતી મુજબ હાલ સાડાચાર વર્ષમાં જે બોગસ વ્યવહારો ઝડપાયા છે તેમાં 1875 જેટલી શેર કંપનીઓનો પણ સમાવેશ થયો છે સામે 4 હજાર કરોડથી વધુના ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ કલેમ કરવામાં આવી ચુક્યા છે.
સરકારના જણાવ્યા મુજબ છે જીએસટી અમલી બનાવવામાં આવ્યું છે તેમાં ઘણા લૂપહોલ પણ સામે આવ્યા હતા પરંતુ તેનું જે યોગ્ય નિવારણ આવવું જોઈએ એ આવી શક્યું નથી. પરિણામે જીએસટી વિભાગ દ્વારા જે અરજદારો જીએસટી નંબર મેળવવા ઈચ્છતા હોય તેઓને ફિઝિકલ વેરિફિકેશન કરાવું એટલું જ અનિવાર્ય બન્યું હતું. રાજ્યના કોમર્શિયલ ટેક્સ કમિશનર મિલિન્દ તોરવણે જણાવ્યું હતું હાલ તે જીએસટીમાં અડચણો ઊભી થઈ રહી છે અને જે યોગ્ય કામગીરી થઇ શકી નથી તેના કારણે આ પ્રકારે નામી વ્યવહારો અને વ્યવહારો થઈ રહ્યા છે. સ્ટેટ ઓથોરિટી દ્વારા એપ્રિલ થી ડિસેમ્બર 2021 સુધીમાં 1172 બોગસ વ્યવહારો ઝડપાયા હતા. આ એક વર્ષમાં ૬૮ ટકા નો ઉપાડો બોગસ વ્યવહારોમાં જોવા મળ્યો હતો.
સૌથી મોટી જરૂરિયાત ની વાત એ છે કે જો જીએસટીના બોગસ બિલિંગ અટકાવવા સરકાર ઇચ્છતી હોય તો જે જીએસટી પોર્ટલમાં સતત બદલાવ થઈ રહ્યા છે તે ન થવા જોઈએ અને ક્ષતિઓ ઊભી થઈ રહી છે તેના ઉપર પણ સરકારે ગંભીરતા પૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. વન નેસન વન ટેક્સના હેતુથી સરકાર દ્વારા જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ જે ક્ષતિઓ ઊભી થઈ રહી છે તેનાથી જીએસટી ભરનાર વ્યાપારીઓને ઘણા પ્રશ્નો ઉભા થયા છે. મેં આ ક્ષતિઓ ના કારણે ઘણા પ્રશ્નો પણ ઊભા થયેલા છે જે યોગ્ય નિવારણ લાવવામાં આવે તો તે અટકાવી શકાય.