આ માર્ચ મહિનો મહિલાઓનો માસ ગણાતો હોવાથી નારી શકિતના વિવિધ આયોજનો વૈશ્વિક લેવલે ઉજવાય છે: સદીઓથી ઘણી મહિલાઓ અસમાનતા સામે લડીને ભવિષ્યની મહિલાઓનાં હિત માટે કાર્ય કરેલ હતુ
સ્ત્રીઓ માટે સમાનતા તરફની ચળવળ 1900 દાયકામાં શરૂ થઈ: આજ દાયકામાં ઘણા વિદેશી દેશોમાં તેમને મતાધિકાર પ્રાપ્ત થયો હતો: ઈતિહાસકાર ગેર્ડાલર્નરે આ બાબતે વિશેષ કાર્ય કરેલ હતુ: 1975માં યુનાઈટેડ નેશન્સ દ્વારા સત્તાવાર રીતે મહિલા દિવસ ઉજવવાનું નકકી કરેલ
પ્રાચિન કાળથી વિશ્વની તમામ સંસ્કૃતિ પિતૃસતાક હોવાથી પ્રારંભથી જ પુરૂષનું આધિપત્ય સમાજ વ્યવસ્થામાં રહ્યું છે. પુરૂષોને જ વધુ શકિતશાળી માનવામાં આવતા હતા., જોકે એ યુગમાં પણ લક્ષ્મીબાઈ જેવી ઘણી વિરાંગના એ પુરૂષ પ્રધાન સમાજમાં પણ નવો ઈતિહાસ કંડાયો હતો. આપણી સમાજ વ્યવસ્થા પ્રારંભકાળથી ચાલી આવી છે. જેમાં સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાતી નથી, તેમને મત આપવાનો અધિકાર પણ નહતો એ યુગમાં ઘણી હિંમતવાન મહિલાઓ સમાનતા સામે લડીને ભવિષ્યની મહિલાઓનાં હિત માટે કાર્ય કરેલ હતુ. સ્ત્રીઓની સમાનતાની ચળવળ 1900ના દાયકામાં શરૂ થઈ હતી. જેના ફળ 20મી અને આજની 21મી સદીમાં આપણને ચાખવા મળે છે.
1900ના દાયકામાં વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકાર અપાયો હતો. 1950ના ગાળામાં ઈતિહાસકાર ગેર્ડાલર્નરે મહિલાઓનાં ઉત્થાન માટે વિશેષ કાર્ય કરેલ હતુ. એ ગાળામાં સ્ત્રીઓનો ઈતિહાસની કોઈને ખબર પણ નહતી. લગભગ પોણી સદી બાદ યુનાઈટેડ નેશન્સ દ્વારા સત્તાવાર રીતે વૈશ્ર્વિકસ્તરે મહિલા દિવસ ઉજવવાનું નકકી કર્યું હતુ. પુરૂષપ્રધાન દેશમાં પુરૂષ કરતાં સ્ત્રીઓને ઘણા હકકો મળતા ન હતા. ત્યારે આ બાબતની ચળવળે મહિલાઓને સમાન હક મળતાં તેનો સર્વાંગી વિકાસ થયો હતો. આપણાં દેશમાં વડાપ્રધાન તરીકે ઈન્દિરાગાંધીએ ઘણા વર્ષો રાજ કર્યું તો મમતાની સેવામૂર્તિ મધર ટેરેસાએ લોક સેવા ક્ષેત્રે વિશ્વભરમાં નામ રોશન કરેલ હતુ. આવાતો અનેક દાખલા આપણને જોવા મળે છે.
ફિલ્મમાં, રાજકારણમાં, બિઝનેશ ક્ષેત્રે, સ્પોર્ટસ, સંગીત, ચિત્ર, જેવા તમામ ક્ષેત્રોમાં પુરૂષ કરતા પણ મહિલાઓ આગળ નીકળી ગઈ છે. મહાકાય મોટા પ્લેનને નોનસ્ટોપ ઉડાડીને વર્લ્ડ રેકર્ડ પણ સ્ત્રીઓએ કર્યો છે. આટલી પ્રગતિ છતાં આજે હજી પણ જેન્ડરબાયસ આપણી સમાજ વ્યવસ્થામાં જોવા મળી રહ્યો છે. આજે મા-બાપ પણ છોકરા-છોકરીના ભેદભાવ રાખી રહ્યા છે. અને તેના લાલન-પાલન અને શિક્ષણમાં પણ ભેદભાવ જોવા મળી રહ્યો છે. વિશ્વભરની મહિલાઓની એક મુવમેન્ટ બાદ તેના હકકોનાં રક્ષણ બાબતે ઘણુ પરિવર્તન જોવા મળેલ છે.
ઘણા દેશોમાં આજે પણ મહિલાઓની દુર્દશા જોવા મળે છે. આપણા દેશમાં 50ના દશકાનાં અંતભાગમાં મધર ઈન્ડિયા ફિલ્મ આવી જેમાં અભિનેત્રી નરગીશનું માનું પાત્ર હંમેશા અમર રહેશે. આ સિવાય વિદેશોમાં પણ ઘણી ફિલ્મો નિર્માણ કરીને મહિલા ઉત્થાન બાબતે કાર્ય થયેલ હતુ. ભારત અને વિશ્વની મહિલાઓને એક નિરાળો ઈતિહાસ છે. જેના વિશે દરેકે માહિતી મેળવવી જ પડશે. આ માર્ચ મહિનો તેની જાગૃતિ માટે જ છે. દરેક દેશોમાં મહિલાઓએ પોતાના હકક માટે લડત કરવી પડી હતી. આપણે આજે પણ ક્ધયા કેળવણી માટે જાગૃતિ ‘રથ’ શાળા પ્રારંભે કાઢીએ છીએ કારણ કે મા-બાપ ક્ધયાને શિક્ષણ અપાવતા જ નથી.
પિતૃસતાક દેશમાં વારંવાર એવા રિવાજોનું પાલન કરાવતા હતા જે સ્ત્રીઓને નીચુ સન્માન આપતા હતા, તેમની સ્વતંત્રતાને મર્યાદિત કરતા હતા આજે તો અગાઉની મહિલાઓએ અવરોધોની દિવાલ તોડી ને પોતાના સ્ત્રી અધિકાર બાબતે જાગૃત થઈને લડત કરી હોવાથી ભાવી પેઢીને બહુ પ્રતિકારક કરવો પડયો નથી. આજે તો આધુનિક મહિલાઓને ન્યાયી અને સમાન જરૂરીયાતની પહોચ સાથે વિશેષાધિકારો સાથે વ્યવહાર કરવામાં આવે છે.
પ્રાચિન ભારતનાં વૈધ્યાકરણમાં પતંજલિ અને કાત્યાન તેની વાતમાં જણાવે છે કે, વૈદિક કાળના પ્રારંભે મહિલાઓ શિક્ષીત હતી. ઋગવેદની રૂચાઓ જણાવે છે કે સ્ત્રીઓના લગ્ન પુખ્ત વયે જ થતા હતા, પસંદગીની તકો પણ અપાતી હતી.આપણા પ્રાચિનગ્રંથોમાં અનેક મહિલાઓ ઋષિ અને મુની પણ હતી, જેમાં ગાર્ગી અને મૈત્રૈય પ્રમુખ હતી. આપણા પ્રાચિન ભારતમાં નગરવધુ જેવી પ્રથા પણ હતી, જેનો ખિતાબ જીતવા સ્પર્ધા પણ યોજાતી હતી. આ સીસ્ટમમાં વિખ્યાત આમ્રપાલીનું નામ જાણીતું છે. ઈ.સ. પૂર્વે 500 સુધી તમામ હકો સ્ત્રીઓ ભોગવતી જ હતી, પણ સ્મૃતિઓનાં, બાબર, મુધલ સામ્રાજયમાં ઈસ્લામિક આક્રમણો અને પછી ખ્રિસ્તીઓનાં આગમનથી સ્ત્રીઓની સ્વતંત્રતા પર પડદો પડી ગયો હતો.
મધ્યકાલિન સમયમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ કથળી હતી. સતીપ્રથા, બાળવિવાહ, વિધવા વિવાહ જેવી વિવિધ સમસ્યાઓ જોવા મળતા લાગી હતી. પડદાપ્રથા અને જૌહર જેવા કુરિવાજો વધવા લાગ્યા હતા. આવી સ્થિતિ વચ્ચેપણ કેટલીક મહિલાઓ રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને ધર્મ ક્ષેત્રે પ્રગતિ કરી હતી. દિલ્હી ઉપર શાસન કરનારી રઝીયા સુલતાન એક માત્ર મહિલા હતી. ભકિત ચળવળમાં સૌથી અગત્યના પાત્રોમાં મિરાબાઈ મહત્વપૂર્ણ હતા, બાદમાં ગુરૂનાનકે પુરૂષ અને સ્ત્રી વચ્ચે સમાનતાનો સંદેશ આપ્યો હતો.1917માં મહિલાઓનું પ્રથમ પ્રથમ પ્રતિનિધિ મંડળ રાજયનાં સચીવને મળીને મહિલાઓનાં રાજકીય અધિકારોની માંગ કરી હતી. 1927માં પ્રથમવાર કોન્ફરન્સ મળી હતી બાદમાં 1929માં બાળ લગ્ન પ્રતિબંધનો કાયદો પસાર કરાયો હતો. આઝાદીની ચળવળમાં પણ ઘણી મહિલાઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.