૭૪ બેઠકો કર્યા બાદ ૩૬ રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય લેવાયો હતો: સરકાર
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, રાજયની માલીકીની હિન્દુસ્તાન એરોનોટીકલ લીમીટેડ રાફેલ સોદામાં ઓફસેટ ભાગીદાર બનવામાં નિષ્ફળ નીવડી હતી. કારણ કે, તેની ફ્રેન્ચ કંપની ડેસોલ્ટ સાથે અનેક વણઉકેલ મુદ્દાઓ હતાં.
ટોચની અદાલત સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજોમાં સરકારે એવો દાવો કર્યો હતો કે આ મુદ્દા વચ્ચે સામાન્ય સમજણને લગતી અછતની સમસ્યાઓ છે. દસ્તાવેજોમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઉત્પાદિત ૧૦૮ એરક્રાફટ સંબંધીત અનલિસ્ટેડ મુદ્દાઓના કારણે કોન્ટ્રાકટ વાટાઘાટો મુખ્યત્વે સમાપ્ત થઈ શકશે નહીં.
આ મુદ્દાઓ એચએએલ અને ડેરગેલ્ટ એવિએશન વચ્ચેની સામાન્ય સમજણની અછતને અનુસરતા હોવાનું જણાવવામાં આવ્યું છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, એચએએલને રાફલ એરક્રાફટ બનાવવા ફેન્ચ કરતા ઘણો વધુ સમય અને માણસોની જરૂરીયાત છે. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે એચએએલ રાફેલને છીનવી લઈ ભારતના એરોસ્પેસ ઉદ્યોગનો ભાવી નાશ થઈ ગયો છે.
જેથી ડેસોલ્ટને એચએએલ સાથે વ્યૂહાત્મક ઓફસેટ પાર્ટનર તરીકે દૂર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અગાઉના સોદાનાં સંદર્ભમાં દસ્તાવેજો અનુસાર ભારતનાં ૧૦૮ જેટલા ઉત્પાદન પર એચએએલ સાથે કરાર સંબંધીત મુદ્દા માટે જરૂરી કોન્ટ્રાકટર જવાબદારી લેવાની જરૂર હતી.
રાફેલ ફાઈટર એરક્રાફટનાં ઓર્ડરના લેવાયા નિર્ણયો તથા તેની પ્રક્રિયામાં લેવાયેલા પગલાની વિગતો દસ્તાવેજપમાં કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. આ આંતર સરકારી કરાર બંને દેશના સંરક્ષણ પ્રધાનોએ હસ્તાક્ષર કર્યા હતા. આ તકે રાહુલ ગાંધીએ ફ્રેન્ચ કંપની તે પસંદ કરવાની ફરજ પાડતા મુખ્ય પ્રધાન મોદી પર આરોપો મુકયા હતાં.
કોંગ્રેસે એવો પણ આરોપ મુકયો હતો કે યુપીએ સરકાર દ્વારા રૂ.૧૬૭૦ કરોડની કિંમતે દરેક વિમાનને સરકારે ૫૨૬ કરોડની કિંમતે ખરીદી હતી. જ્યારે ૧૨૬ રફાલ જેટની ખરીદી મોટા સોદા પર વાટાઘાટો કરવામાં આવી હતી.
જો કે એનડીએ સરકાર દ્વારા મુકવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે પુનરાવર્તીત કરવામાં આવ્યું છે કે, સંરક્ષણ પ્રોકયોરમેન્ટ પ્રક્રિયા ૨૦૧૩માં નકકી કરાયેલી પ્રક્રિયા ૩૬ રફાલ એરક્રાફટની ખરીદીમાં અનુસરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે, ભારતીય નેગોશીયેટીંગ ટીમે ૭૪ જેટલી બેઠકો કરી હતી પરંતુ કોઈ નકકર પરિણામ આવ્યું ન હતું. જયારે આઈએટીની આગેવાની આઈએએફનાં ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી, સાથે સંયુકત સચિવ, સંપાદન વ્યવસ્થાપક, સંયુકત સચિવ સંરક્ષણ, ઓફસેટ વિંગ સહિતનાં અનેક સરકારનાં મહત્વપૂર્ણ સભ્યો જોડાયા હતા. આઈએનટી અને ફ્રેન્ચ પક્ષ વચ્ચેની વાટાઘાટ મે ૨૦૧૫માં શરૂ થઈ હતી અને એપ્રીલ ૨૦૧૬ સુધી ચાલુ રહી હતી. કુલ ૭૪ બેઠકોમાં ૪૮ આંતરિક બેઠકો અને ફ્રેન્ચ બાજુ સાથેની ૨૬ બાહ્ય મીટીંગો વાટાઘાટો માટે યોજાઈ હતી.
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા ફરજીયાત પ્રમાણે, આઈએટીએ વાટાઘાટો દરમિયાન વિવિધ સ્તરે યોગ્ય વિચારણા અને સખતાઈ સાથે સંકળાયેલ પ્રક્રિયા હાથ ધરી હતી. ફ્રેન્ચ સરકાર દ્વારા ભાવો, ડિલીવરી શેડયુલ, જાળવણીની શરતો, ઓફસેટ, આઈજીએની શરતોની જવાબદારી અને જવાબદારીઓને લગતા પાસા વગેરે ચર્ચાઓ અને મીટીંગસ દરમિયાન વાટાઘાટ કરવામાં આવી હતી.