રોજ વ્યસન પાછળ પ૦ રૂપીયા ખર્ચનાર ૩૦ વર્ષમાં રૂ૭૬ લાખનું આંધણ કરે છે
મનુષ્ય જન્મી જ વ્યસની ની હોતો પણ તે સમય, સંજોગને આધીન વ્યસનનો આશરો લે છે. કોઇ માનસીક તણાવી મુક્ત વા વ્યસની બને છે, તો વળી કોઇ શોખી વ્યસનને પોષે છે. કોઇ કુટુંબોમાં માતા-પિતા વડિલોને તમાકુ, બીડી, સિગારેટ કે દારૂનું વ્યસન હોય તો તેમને જોઇને નવા બાળકોને નાનપણ ી જ વ્યસનનો વારસો મળે છે.
કોઇ પણ ચીજ-વસ્તુનું સેવન વારંવાર કર્યા વિના ચાલે નહિં એવી સ્િિતનું નિર્માણ ાય ત્યારે માણસ એ ચીજ વસ્તુનો વ્યસની બની ગયો છે એમ કહેવાય, આજકાલ નાના ફુલ જેવા કોમળ ભૂલકાઓ અને હવે તો મહિલાઓ પણ તમાકુ-ચુનો, પાન-મસાલા, ગુટખાનાં આદી બનવા માંડ્યા છે. મોટા શહેરોમાં અને ગામડામાં પાન-મસાલાનાં ગલ્લે ટોળે વળતા યુવાનો તમાકુયુક્ત મસાલાનાં વ્યસની બની બીમારીનો ભોગ બને છે.
એક અંદાજ મુજબ આપણા દેશમાં ૧૪૦ કરોડ એટલે કે, વર્ષે ૧૬ અબજ ૮૦ કરોડ રૂપિયાની તમાકુ જુદા-જુદા સ્વરૂપે પીવાય છે. દરવર્ષે ૧૧ લાખ ટન જેટલી તમાકુવાળી પાનની પિચકારી મરાય છે. કેન્સર અને ટી.બી. ના દર્દીઓમાં ૮૦ ટકા વ્યસની હોય છે. એકલા ધુમ્રપાની દર વર્ષે ૧૦ લાખ જેટલા લોકોનાં અકાળે મૃત્યું ાય છે અને હોસ્પિટલમાં વ્યસનનાં લીધે ૧૦ હજાર પલંગ રોકાઇ રહે છે. ઉપરાંત વ્યસની માણસ અકાળે વૃધ્ધ બની જાય છે.
આ બધુ ઉપરાંત રોજ રૂ. ૫૦ તમાકુયુક્ત માવા પાછળ ખર્ચતા લોકોને એક વર્ષે રૂ. ૧૮,૧૧૦, પાંચ વર્ષે રૂ. ૧,૨૧,૫૦૦, પંદર વર્ષે રૂ. ૯,૧૦,૫૦૦ અને ૩૦ વર્ષે રૂ. ૭૬.૫૪ લાખનું ર્આકિ નુકશાન ભોગવે છે. એજ રીતે રૂ. ૧૦ દરરોજ માવા પાછળ ખર્ચતા માણસને ૩૦ વર્ષે રૂ. ૧૫.૩૦ લાખ અને વ્યસન પાછળ રૂ. ૧૦૦ દૈનિક ખર્ચનાં વ્યક્તિને ત્રીસ વર્ષે રૂ. ૧ કરોડ ૫૩ લાખ ૯ હજારનું ર્આકિ નુકશાન ાય છે.
ઉપરાંત તમાકુયુક્ત માવા, પાન-મસાલા કે ગુટકાનાં વ્યસનીને ઇનામ રૂપે કેન્સર, સડી ગયેલા ગાલ-જડબા, યુવાનીમાં ઘડપણ, નાનુ મો દાંત ગાયબ, ગળામાં ચાંદા, કફ ખાંસી દમ, હોઝરીનું અલ્સર, ફેફસાને નુકશાન અને અંતમાં પોતાનાં કુટુંબને ના પુરી શકાય તેવું નુકશાન અકાળે અવસાન પણ ાય છે.
હવે આજનાં યુવાનને સમજવાનું એ છે કે, પોતાનાં શરીરને વ્યસની મુસીબતનાં મોડમાં મુક્વુ કે, પછી વ્યસની દુર રહેવું. સારૂ શિક્ષણ અને સારૂ આરોગ્ય જિંદગી બનાવે જ્યારે વ્યસન જિંદગી તબાહ કરે. આજે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફુટી નિકળેલા તમાકુયુક્ત પાન-મસાલાનાં ગલ્લાી યુવાનો વહેલા ચેતે એ એમનાં ભવિષ્ય માટે ઉજળુ પાસુ બનશે.