અબતક ચેનલ તથા અબતક ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ પરથી લાઈવ પ્રસારણ માણવાનો લ્હાવો
‘અમે જૈન, એક જૈન’ના સુત્ર સાથે જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશિયલ ગ્રુપ અને જૈનમ ગ્રુપના માધ્યમથી આગામી તા.૨૨ને શનિવારે સાંજે ૬:૩૦ થી ૮:૩૦ કલાકે એક સાથે ૧,૧૧,૦૦૦ ભાવિકો આરાધના કરશે. આ કાર્યક્રમમાં જોડાવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જણાય રહ્યો છે. ત્યારે ‘અબતક’ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી આ કાર્યક્રમનો લાઈવ પ્રસારણનો લ્હાવો ભાવિકો લઈ શકશે.
આ સમૂહ કર્મ ક્ષય સાધનાના માધ્યમથી સમૂહમાં બંધાયેલા કર્મોને ક્ષય કરવાનો પ્રયાસ થશે. આ કાર્યક્રમમાં ૫૧થી વધુ જૈન સંઘોના ભાવક-ભાવિકા જોડાશે. જૈન ધર્મોમાં અનેક પર્વોની ઉજવણી થાય છે. જેમાં પર્યુષણમાં કર્મના મર્મને ભેદવાની જે તાકાત છે તે અન્ય પર્વમાં નથી. પર્યુષણ પર્વમાં દાન, શીલ, તપ, ભાવ એમ ચારેય પ્રકારના ધર્મની આરાધના સમાયેલી હોય છે. દર વર્ષે ચાર્તુમાસમાં ઉજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવામાં આવે છે. વર્તમાન સમયે કોરોના વાયરસની મહામારી ઉત્તરોતર ફેલાઈ રહી છે. જેના પગલે ચાલુ વર્ષે પર્વાધિરાજ પર્યુષણ સાદગીપૂર્ણ ઉજવાઈ રહ્યો છે.
દરમિયાન ગુરૂ ભગવંતો દ્વારા ઠેર-ઠેર ઓનલાઈન પ્રવચન માળા યોજાઈ રહી છે. જેનો લાભ શ્રાવકો ઘરબેઠા લઈ રહ્યાં છે. પ્રતિક્રમણ, સામૂહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન જેવી ક્રિયાઓ ઘરબેઠા કરવાની અપીલ થઈ છે. આવા સમયે જૈન સોશિયલ ગ્રુપ, જૈન જાગૃતિ સેન્ટર અને જૈનમ ગ્રુપના માધ્યમથી આગામી ૨૨ને શનિવારે ૧,૧૧,૦૦૦ ભાવિકો સમૂહ કર્મ ક્ષય સાધના કરશે. આ ઓનલાઈન કાર્યક્રમનું પ્રસારણ ‘અબતક’ના માધ્યમથી નિહાળી શકાશે.
આ કાર્યક્રમ અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
વિદેશમાં પણ ‘અબતક’ ચેનલથી પ્રસારણ
‘અબતક’ ચેનલના માધ્યમથી વિદેશમાં વસતા જૈનો પણ કાર્યક્રમનો લ્હાવો માણી શકશે. વર્તમાન સમયે ‘અબતક’ ચેનલનું પ્રસારણ નેધરલેન્ડ, બેલ્જીયમ, જર્મની, યુ.કે., આર્યલેન્ડ, ડેનમાર્ક, ઈટાલી, હંગેરી, સ્લોવાકીયા, પોલેન્ડ અને સ્પેન તેમજ ગ્રીસ અને તુર્કીના કેટલાક વિસ્તારોમાં થઈ રહ્યું છે. આ તમામ દેશોમાં લોકો કાર્યક્રમનું લાઈવ પ્રસારણ માણી શકશે.