ચેસ રમવું તમને ગમે છે ? કેવી લાગે છે ચેસની રમત….? કોઇને અજીબ લાગે છે તો કોઇને બોરીંગ ગેમ લાગે છે, પરંતુ અનેક લોકોને ચેસ રમવું ખૂબ ગમે છે આજે જે વાત કરવાની છે તે જાણીને કદાચ દરેકને ચેસ ગમવા લાગશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
વાત કરીએ ચેસની તો કેટલાંક તેને એન્જોય કરવા રમે છે તો કેટલાંક મગજની કસરત માનીને રમે છે. પરંતુ શું તમને ખબર છે કે સૌથી સરસ રીતે ચેસ કોણ રમ્યું છે….?
વિશ્ર્વનાથ આનંદ તો ચેસનો ચેમ્પિયન છે જ પરંતુ એ વ્યક્તિ જેણે ‘વર્લ્ડ ચેસ’નો લોગો તૈયાર કર્યો છે તે ડિઝાઇનરએ ચેસને ખૂબ સરસ રીતે માણ્યું છે. તાજેતરમાં જ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો નવો લોગો તૈયાર કરવામાં આવ્યો છે. જેને સૌ કોઇને ચોંકાવ્યા છે. આ લોગોને જોયા બાદ તમે પણ એકવાર ચેસ રમવા તૈયાર થઇ જશો તે નક્કી છે જેનું મુખ્ય કારણ એ લોગો કામસૂત્રની પોઝીશન સાથે વધુ મળતો આવે છે અહિં આ લોગોમાં ચેસ અને કામસૂત્રનું મિલન થયું હોય તેવું દર્શાય છે.
લોગોની વિસ્તૃત વાત કરીએ તો આ લોગોમાં બે શરીર એકબીજાની લપેટાયેલાં છે. જેની વચ્ચે ચેસબોર્ડ રાખવામાં આવેલું છે. લોગોની બંને આકૃતિમાં યુવક-યુવતીનું સ્વરુપ આપવામાં આવ્યું છે. અને તેને જોતા જ પહેલી નજરે તે સેક્સની પોઝીશન જ દર્શાય છે.
આ લોગોમાં જે રીતે એક ચિત્રણ ઉભુ કરાયું છે તેમાં પણ અશ્ર્લીલતાનાં છાંટાં દર્શાઇ રહ્યા છે. અને એટલે જ ચેસ નહિં રમવા વાળો વર્ગ પણ લોગો જોયા બાદ ચેસ રમવાનું ચુંકશો નહિં.
શાંત અને શાલીન જણાતી આ રમતમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનાં આયોજકોએ એમાં પણ ગ્લેમરને દર્શાવવાનું ચૂંક્યા નથી.
લોગો જોયા બાદ જરુર વિચાર આવે કે શતરંજ અને સેક્સને કંઇ સંબંધ ખરો ?