સ્ટોરી: ‘સિમરન’ (કંગના રાણાવત) અમેરીકાના એટલાન્ટામાં રહેતી ગુજજુ ગર્લ છે. તેના ડીવોર્સ થઈ ચુકયા છે. હવે તે પોતાની જીંદગી સમેટવાનો પ્રયાસ કરે છે. પોતાની મરજીથી જીંદગી જીવવાનો પ્રયાસ કરે છે. દરમિયાન તેને હાઉસ કિપિંગનું કામ મળે છે. તે ફિલ્મ કવીનની માફક ઘણી મોજ મસ્તી કરે છે પરંતુ અંતે તેને સંજોગોવશાત એવું ઘણુ બધુ કરવુ પડે છે જે સામાન્ય રીતે ન કરવું જોઈએ. અંતમાં સિમરનની જિંદગી કેવો મોડ લે છે તે જોવું રસપ્રદ છે.
એકિટંગ: કંગના રાણાવતની એકિટંગ તમને ‘કવીન’ની યાદ અપાવી ગઈ છે. તેણે સિમરનના કિરદાર માટે મહેનત કરી છે પરંતુ નબળી સ્ક્રિપ્ટના કારણે તેનું પરિણામ દેખાતું નથી. ‘કવીન’ની સ્ટોરી અને પટકથા નવી હતી. સિમરનના પાત્રને દર્શકો સાથે કનેકટ થતા વાર લાગે છે. ભારતીય દર્શકોને શરાબ પીતી, કેસિનોમાં જુગાર રમતી કે ચોરી (છેતરપીંડી) કરતી છોકરી માટે સહાનુભૂતિ જાગતી નથી. આથી જ સિમરનનું પાત્ર લેખન નબળું હોવાના કારણે કંગનાની મહેનત એળે ગઈ છે. ગુજજુ ગર્લ તરીકે તેનો પર્ફોમન્સ પાવરફુલ છે.
ડાયરેકશન: હંસલ મહેતાએ બોલીવુડ માટે નવું નામ નથી. શાહરુખ ખાનના પિતાતુલ્ય નિર્દેશક સઈદ મિર્ઝાના આસિસ્ટન્ટ તરીકે કારકિર્દી શ‚ કરનારા હંસલ હવે સ્વતંત્ર નિર્દેશક છે. સિમરનમાં તેઓ કંગના પાસે નવું કાંઈ કરી શકયા નથી. કદાચ કંગના જ કોઈ જોખમ લેવા નહીં આપતી હોય. આથી ફિલ્મ પહેલા ભાગમાં તો ઈન્ટરેસ્ટિંગ છે પણ બીજા ભાગમાં દર્શકો બોર થઈ જાય છે. આ કોઈ નવીન સ્ટોરી નથી પરંતુ કવીનની થીમ પર જ એક ડીવોર્સીની જિંદગી પર આધારિત ફિલ્મ છે. કંગનાના અભિનયથી કદાચ તેના ચાહકો પ્રભાવિત થશે બાકીનું ઓડીયન્સ આંચકો અનુભવશે. કંગના પાસે તેમણે ગુજરાતી લહેજા (લઢણ)માં હિન્દી ડાયલોગ બોલાવવાની પ્રેકટીસ કરાવવાની જરૂર હતી.
મ્યુઝિક: ફિલ્મ ‘સિમરન’માં કંગના એક ગુજરાતી ક્ધયાનું પાત્ર ભજવી રહી છે એટલે ગુજરાતી બેઈઝ એક ગીત હોવું સ્વાભાવિક છે. આ સિવાય કવીનના લંડન ઠુમક દાની માફક ગુરુ રંધાવાના અવાજમાં એક મસ્ત પંજાબી સોંગ છે. ફિલ્મના હીટ કે ફલોપ થવા પાછળ તેના મ્યુઝિકનો ફાળો હોય છે પરંતુ સિમરનનું મ્યુઝિક જરાય પોપ્યુલર થયું નથી. આથી સિમરનને તેનો લાભ મળી શકતો નથી. કોઈ ગીત એવું નથી કે દર્શકો ઝુમી ઉઠે અગર વારંવાર સાંભળવાનું મન થાય.
ઓવરઓલ: ફિલ્મ ‘સિમરન’ વિદેશી દર્શક વર્ગ એટલે કે ઓસ્ટ્રેલિયા, અમેરીકા, કેનેડા, બ્રિટનમાં રહેતા ભારતીયોને ગમશે. બાકી, સિમરન ભારતીય દર્શકોનું દિલ જીતવામાં કામિયાબ રહી શકે તેમ નથી. કંગનાના ચાહકોને આ ફિલ્મ ગમશે. પ્રથમ દિવસે શુક્રવારે સિમરનને ઓપનિંગ ઠીક-ઠીક મળ્યું છે.