કહેવાય છે કે વર્ષો વિતી જાય છે એક આગવી ઓળખ ઉભી કરતા… પરંતુ સૌરાષ્ટ્રની અનેક પ્રોડકટસ/સર્વિસીસને ટુંક સમયમાં બ્રાંન્ડ બનાવવામાં એક અનોખો પ્રયાસ કરવામાં માહિર રાજકોટની નામાંકીત સિમ્પલ એડ. એન્ડ કોમ્યુનિકેશન આજરોજ ૨૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે.
ત્રણ દાયકાની તનતોડ મહેનત, વિશ્વાસ અને પ્રેમના અનોખા સંગમથી ગુજરાતનાં જાહેરખબર જગતમાં સિમ્પલ એડ. અગ્રીમ સ્થાન ધરાવે છે. એક આગવી ઓળખ ઉભી કરેલ છે.
૪ ફેબ્રુઆરી ૧૯૯૪માં નાનકડી ઓફીસમાં એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે પદાર્પણ કરી આજે સિમ્પલ એડ. વટવૃક્ષ બન્યું છે. ભરતભાઈ રસીકભાઈ જોષી અને રાજુભાઈ નોંધાભાઈ જુંજાએ નફાના ધોરણને કયારેય પ્રાધાન્ય ન આપી ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપી તેની સાથે એક ગ્રાહક અને વેપારી તરીકેનો નહી પરંતુ મિત્રતાનો સેતુ બાંધીને પારિવારિક વાતાવરણ ઉભુ કર્યું તેનાથક્ષ આજે સિમ્પલ એડ. બહોળો મિત્રવર્તુળ વર્ગ ધરાવે છે.
ત્રણ દાયકાની તમામ પ્રેસમીડીયા તરફથી જે પ્રેમ અને હુંફ મળી છે. તે અવિસ્મરણીય છે. મીડીયાએ બિઝનેશની સાથોસાથ સિમ્પલ એડ.ની સામાજીક અસ્મિતાને પણ ટોચ પર પહોચાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભરતભાઈ જોષી અને રાજુભાઈ જુંજા દ્વારા વ્યવસાયની સાથોસાથ અનેક પ્રકારની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. જેના કારણે બંનેએ સમાજ જીવનમાં અદકેરૂ સ્થાન હાંસલ કર્યું છે.