જેમા 40 કિશોરીઓને તાલીમ આપવામાં આવી
સાવરકુંડલા ઘટક એક દ્વારા આંગણ વાડી ખાતે આજ રોજ આરોગ્ય શીક્ષણ,સ્વચ્છતાએકબીજાનો પરિચય ,પોષણ સહિત નું મહત્વ પણ સમજાવેલ અને પોષણને લગતા નું તોરણ ચાર્ટપેપર થી બનાવવામાં આવેલ.
આ આયોજન સવારના 11 કલાક થી શરૂ કરી ને બપોરના 3 કલાકે સંપન્ન થયેલ અને આ તાલીમમા 11 વર્ષ થી 18 વર્ષ સુધી ની 40 કિશોરી ઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ તેમજ આ આયોજનમા સુપરવાઇઝર દક્ષાબેન એ.શાહ દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપીને માર્ગ દર્શન પુરૂ પાડેલ આ તકે સી .પી.ડી.ઓ.જમનાબેન આયર ની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
આ સમગ્ર આયોજન ને તૃપ્તિ બેન રાજા એ સફળ બનાવેલ જેમાં 22 આંગણવાડી નો સમાવેશ થયો હતો અને આંગણ વાડીની વર્કર બહેનો ની કાર્યક્રમ મા ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમ ના આયોજનમાં 3 તાલીમાર્થીઓ ને નંબર આપવામાં આવેલ જેમાં પેલા નંબરે ધારા નરેશ ભાઈ બગડા,બીજા નંબરે સંજના યોગેશભાઈ ખખ્ખર અને ત્રીજા નંબરે હેતલ લાલજીભાઈ વેગડા આ ત્રણેય તાલીમાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરાયા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com