આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે અને સરકારના નિયમો મુજબ સાર્વજનિક ગણેશ મહોત્સવ બંધ કરી અને ભકતોએ પોતાના ઘરે જ ગણેશ જી ની વિધીવત સ્થાપના કરી છે .સોશ્યલ ડીસ્ટન્સ જાળવી તેમજ આવનાર ભાવીકોને સેનેટરાઇજ કરી ને જ ઘરમાં ગણેશજી ના દર્શનનો લાભ આપવામા આવે છે. સવારે અને સાંજે ગણેશજીનો અદભૂત શણગાર અને આરતીનો લાભ ભક્તો સામાજિક અંતર જળવાય રહે તે રીતે લ્યે છે.
લોકમાન્ય તિલક દ્રારા આઝાદી સમયે દેશના લોકોને એક કરવા , સંગઠન વધુ મજબૂત બનાવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતીજીની પ્રતીમા સાથે લાવી અને ભકિત દ્રારા પાંચ કે તેનાથી વધુ દિવસો પોતાના ઘરે રાખી ભકિત દ્રારા આખા વિસ્તારમાં અને લોકોને એક કરવા તેમજ સ્વતંત્રતા માટેની ઇચ્છા જગાવવા ના પ્રયાસના ભાગરુપે ગણેશજીની સ્થાપનાની શરુઆત કરી હતી. જે સમય જતા આખા દેશના ખૂણે ખૂણે આ પ્રથા ચાલુ થઇ જેનો મુખ્ય શ્રેય મરાઠા સમાજ ને જાય છે.
આ વર્ષે જાહેર મહોત્સવ બંધ કરી માત્ર બે ફૂટની ગણેશજીની મુર્તિ લઇ ઘરે જ સ્થાપના કરી છે. ઘોઘલામા સિદ્ધિવિનાયક મંદિર, દીવ પોલીસ સ્ટેશન, બંદરચોક, લુહારવાડા વગેરે દરેક જાહેર મહોત્સવ બંધ રાખી અને ઘરે જ લોકો માટે દર્શનની વ્યવસ્થા કરી છે.