આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ છે. દર વર્ષે ભગવાન પરશુરામની જન્મજયંતિની આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ઠેરઠેર ભગવાન પરશુરામની જન્મજયંતિ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં પણ આજે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ઘરે ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના મંત્રી હરેશભાઇ જોષીના ઘરે પણ આજે ઓનલાઇન અને સાદગી પૂર્વક રીતે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પૂજન વિધિમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ જયંતભાઇ ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં. આ તમામ લોકોએ સાથે મળી પરશુરામ જયંતિની ઉજવણી કરી ભગવાન પરશુરામને કોરોના મહામારીમાંથી વિશ્ર્વ આખું જલ્દીથી મુક્તી થાય તેવી પ્રાર્થના કરી હતી. સાથો સાથ રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા પરશુરામ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં સિવિલ હોસ્પિટલ સમરસ હોસ્ટેલ, કેન્સર હોસ્પિટલ સહિત અનેક જગ્યાઓએ દર્દીઓ અને સગાઓને અંદાજે 11000 નાળિયેરના ત્રોફાનું વિનામૂલ્યે વિતરણ કર્યુ હતું. સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરી અનોખી પરશુરામ જયંતિની ઉજવણી કરી હતી.

આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભા2દ્વાજ તેમજ ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે સૌ2ાષ્ટ્રભ2ના ભુદેવોને પ2શુ2ામ જન્મ જયંતિની સાંજે ઘ2ની બાલ્કની અગાશીમાં દીવડા પ્રગટાવી ઘંટા2વ સાથે ઉજવણી ક2ી આ પાવન પ્રસંગને યાદગા2 બનાવ્યો હતો. ત્યા2ે સૌ2ાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમ સમાજના  પ્રમુખ છેલભાઈ જોષી, પ્રવક્તા જયંતભાઈ ઠાક2 સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હ2ેશભાઈ જોષીએ ભુદેવોને પ2શુ2ામ જયંતીની શુભેચ્છા પાઠવી હતી તેમજ વહેલી સવા2ે  જય પ2શુ2ામ નાદ સાથે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા2ધ્વાજ તેમજ વંદનાબેન ભા2દ્વાજ, પૂર્વ મેય2 ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, આશાબેન ઉપાધ્યાય, ડો. નમન ઉપાધ્યાય, પ્રવક્તા જયંતભાઈ ઠાક2 સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હ2ેશભાઈ જોષી,  અંશ ભા2દ્વાજ, અલ્કાબેન અભયભાઈ ભા2દ્વાજ, સંજયભાઈ દવે, દેવાયતભાઈ ખવડ  સહીતના બ્રહમ અગ્રણીઓએ ભગવાન પ2શુ2ામજીનું પુજન-અર્ચન ર્ક્યૂ હતું.

શહેરમાં અનેક જગ્યાએ વિનામૂલ્યે નાળિયેરના ત્રોફાનું કર્યું વિતરણ: જયેશ ઉપાધ્યાય (બોલબાલ ટ્રસ્ટ)Bol5656
અબતક સાથેની વાતચીત દરમિયાન બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ   અને ઇદ પણ છે. હિન્દુ-મુસ્લિમ બંનેનો તહેવાર છે. આજે ભગવાનની જે શોભાયાત્રા નીકળતી તેના બદલે જેટલો ખર્ચ બચતો હતો. અંદાજે એક લાખના ખર્ચે અગિયાર હજાર જેટલા નાળિયેરના ત્રોફા મંગાવી શહેરમાં અલગ-અલગ જગ્યાએ વિનામૂલ્યે વિતરણ કર્યુ છે. સિવિલ હોસ્પિટલ, કોવિડ ભવન, કિડની હોસ્પિટલ, એચ.જે. હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ, ગુંદાવાળી હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ દર્દીઓ અને તેના સગા-સંબંધીઓને ત્રોફાનું વિતરણ કર્યુ છે. લોકોને પૌષ્ટિક આહાર મળે ઇમ્યુનીટી વધે તે આશયથી વિનામૂલ્યે ત્રોફાનું વિતરણ કર્યું છે.

પરશુરામ જયંતિની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી: હરેશભાઇ જોષી (ભાજપ કાર્યાલય મંત્રી)BJP
અબતક સાથેની વાતચીત દરમિયાન ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે આજે અમારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ અભયભાઇ ભારદ્વાજને યાદ કરીશું કે પરશુરામ જન્મજયંતિનો પ્રારંભ સોમનાથ દાદાના સાંનિધ્યમાં અભયભાઇ ભારદ્વાજ દ્વારા વર્ષો પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. તે પરંપરા સૌરાષ્ટ્રભરના ભુદેવોએ જાળવી રાખી છે આજે હાલની સ્થિતિને ધ્યાને લઇ છેલ્લા બે વર્ષથી ભુદેવો દ્વારા પરશુરામ જન્મજયંતિના દિવસે ઘરમાં રહી સાદાઇથી ઉજવણી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.