દવના ઘોઘલા ગામે ભૂતનાથ મહાદેવ મંદિરે આઠમના દિવસે છેલ્લા ૧૭ વર્ષથી કાનુડાને વધાવવા વાયુ નંદન સેવા સંસ્થાન અને જાતિ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણ ના લીધે આ આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું અને ખૂબ જ સાદગીપૂર્વક પ્રશાસનના દરેક નિયમોનું પાલન થઈ શકે તે રીતે કૃષ્ણ જન્મોત્સવની ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૭ વર્ષથી ૧૧૨ વર્ષ પૌરાણીક ભૂતનાથ મહાદેવના મંદિરથી કૃષ્ણ જન્મના વધામણા કરવા પાલખીયાત્રા નું આયોજન કરવામાં આવે છે માત્ર મંદિરમાં કૃષ્ણ ભગવાનના સાજ શણગાર દર વર્ષની જેમ જ કરવામાં આવ્યા હતા. પાલખી પણ દર વર્ષની જેમ જ તૈયાર કરવામાં આવી હતી પરંતુ હા પાલખીયાત્રા માં ખૂબ જ ઓછા લોકો જોડાયા હતા તેમજ માત્ર મંદિર ના પ્રાંગણ ના થોડા અંતરે જ પાલખી ફેરવવામાં આવી હતી. તેમજ દરેક ભક્તોએ સામાજિક અંતર જળવાઈ રહે એ મોઢે માસ્ક પહેરીને દર્શનનો લાભ લીધો હતો.
છેલ્લા ૧૭ વર્ષથી ઉપરોક્ત સંસ્થા દ્વારા જીતુભાઈ બારૈયાના નેજા હેઠળ સફળ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે ભક્તોએ પાલખીયાત્રા વગર દર્શનનો લાભ લીધો હતો