રાજપૂત કન્યાઓએ જે સ્થળે તલવાર રાસ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ત્યાં જ ૪૦ થી પ૦ લોકો આ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેશે
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આવતીકાલે ધ્રોલ ખાતે ર૯માં ભૂચર મોરી શહીદ શ્રઘ્ધાંજલી કાર્યક્રમની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવશે. રાજપૂત ક્ધયાઓએ જે સ્થળે તલવાર રાસ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. તે જ સ્થળે આ કાર્યક્રમની સવારે ૧૦ થી ૧ર દરમિયાન ઓનલાઇન ઉજવણી થવા જઇ રહી છે. જેમાં માત્ર ૪૦ થી પ૦ લોકો ઉ૫સ્થિત રહેશે.
ભૂચર મોરી મેદાનમાં સવારે ૧૦ થી ૧ર ઓનલાઇન ઉજવણીના કાર્યક્રમમાં સૌ ફેઇસ બુકના માઘ્યમથી લાઇવ પ્રોગ્રામમાં https://www.facebook.com/bhucharmoriપર કિલપ કરવાથી જોડાઇ શકાશે.
આ કાર્યક્રમમાં પ૦ લોકો સાથે તેમાં મુખ્ય મહેમાન ધર્મેન્દ્રસિંહજી જાડેજા, રાજય કક્ષાના મંત્રી ખાસ ઉ૫સ્થિત રહેશે. તે સાથે ધ્રોલ રાજપૂત સમાજના આગેવાનો પ્રદ્યુમ્નસિંહજી જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, રાજભા જાડેજા પણ ઉ૫સ્થિત રહેશે તે સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ડો. જયેન્દ્રસિંહજી જાડેજા, પી.ટી. જાડેજા, અર્જુનદેવસિંહજી ચુડાસમા, દીપકસિંહ ઝાલા, રૂદ્રદતસિંહ સોઢા, એડવોકેટ રાજેન્દ્રસિંહ, એમ. જાડેજા ધ્રોલ, અજીતસિંહ રાજપૂત, નટુભા પી. જાડેજા, દશરથસિંહ જાડેજા, ઉત્તમસિંહ ગોહિલ, દિલીપસિંહ જેઠવા, પ્રદેશ મંત્રી જયદેવસિંહ ગોહિલ, સહદેવભાઇ જાડેજા, અર્જુનસિંહ જાડેજા વનરાજસિંહ જાડેજા, જાબીડા, રમજુભા જાડેજા ગાંધીનગર, ગુમાનસિંહ જાડેજા જામનગર, પ્રવિણસિંહ જાડેજા સેવક ઘુણીયા, જયોતિન્દ્રસિંહ જાડેજા, જામનગર, ભગવતસિંહ જાડેજા જામનગર, ઘનશ્યામસિંહ ઝાલા જામનગર, હરપાલસિંહ જેઠવા જામનગર, નિરુભા જાડેજા ધ્રોલ, કિરીટસિંહ જાડેજા, મોટા ભેલા, કિશોરસિંહ જેઠવા પાંડાવદર, દેવુભા વાઢેર દ્વારકા, નિરુભા ઝાલા રામપર, પથુભા જાડેજા ખોખરી આ ઉપરાંત ધ્રોલ તાલુકાના કાર્યકર્તાઓ, જામનગર જીલ્લા અને શહેર આયોજન સમિતિના સદસ્યો, રાજકોટ જીલ્લા અને શહેરના કાર્યકર્તાઓ, મોરબી જીલ્લા શહેરના કાર્યકર્તા ઓ, દ્વારકા જીલ્લાના કાર્યકર્તાઓ વિગેરે દ્વારા આ કાર્યક્રમ રાજપૂત સમાજના દરેક ગામડામાં પણ લાઇવ નિહાળી શકાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે.