રાજકોટમાં પ્રથમ વખત યુરોપીયન શૈલીના સંગાથે માણો ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, મેકસીકન, થાઇ સહિતની અવનવી વાનગીઓનો રસથાળ
રાજકોટની રંગીલી અને સ્વાદપ્રિય જનતા માટે સ્વાદ અને નવીનતાના સંગમ સમાન ‘કાઠીયાવાડી જલ્સા’ મલ્ટી કયુઝન રેસ્ટોરન્ટનો શુભારંભ તા. 4 સપ્ટેમ્બરને શ્રાવણ માસના પાવનકારી સોમવારથી કરવામાં આવી રહ્યો છે.શહેરના હાર્દ સમાજ કાલાવડ રોડ મેઇન રોડ ઉપર મોટામવા, સરીતા વિહાર રોડ ઉપર રાજકોટમાં પ્રથમ વખત યુરોપિયન સ્ટાઇલથી બનાવવામાં આવેલ આ અનોખું રેસ્ટોરન્ટ સ્વાદ પ્રેમી જનતા માટે કાયમી સરનામું બની રહેશે.
‘કાઠીયાવાડી જલ્સા’ ની મોજ ામ તો રાજકોટવાસીઓ 2010 થી માણી રહ્યા છે. હવે અનોખા નયનરમ્ય રુપરંગ અને મનભાવક કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડીયન અને મેકસીકન વાનગીઓનો રસથાળ એકી સાથે આકષક જગ્યાએ માણવા મળશે.
‘કાઠીયાવાડી જલ્સા’ની વિશેષતા એ છે કે અહીં તમામ કાઠીયાવાડી ભોજન આપણી પરંપરાગત પઘ્ધતિથી જ બનાવવામાં આવે છે. ચુલા ઉપર બનાવવામાં આવતા બાજરાના રોટલાનો સ્વાદ એકવાર માણનારા કાયમ તેના ચાહક બની જાય છે. આ ઉપરાંત મેથી કેળા, સેવ કાંદા સીમલા, કાંદા લસણ, કારેલા ડ્રાયની સ્પેશ્યાલીટીની સાથો સાથ ર8 થી વધુ કાઠીયાવાડી વ્યંજનોની મોજ તમે મન ભરીને માણી શકશો બપોરે અનલીમીટેડ કાઠીયાવાડી ભોજન અને સાંજના સમયે કાઠીયાવડી ઉપરાંત પંજાબી, ચાઇનીઝ, મેકસીકન અને સાઉથ ઇન્ડીયનની અવનવી વેરાઇટીઓ પણ સહ પરિવાર માણી શકશો.
ભોજનની સાથો સાથ પારિવારિક અને નયનરમ્ય વાતાવરણની સાથે સાથે વિશાળ પાકિંગ, ચિલ્ડ્રન અરીયા અને આકર્ષક લે-આઉટ કાઠીયાવાડી જલ્સાની આગવી ઓળખ બની રહેશે.
મિડિયા સાથેની વાતચીતમાં ‘કાઠીયાવાડી જલ્સા’ના સાવનભાઇ સુદાણીએ જણાવ્યું હતું કે રાજકોટીયન્સને અમે વર્ષ 2010 થી ‘કાઠીયાવાડી જલ્સા’ની મોજ કરાવીએ છીએ. ત્યાં ગુજરાત વાનગી પિરસ્તા જયારે હવે નવારંગરુપ સાથે અને રાજકોટમાં પ્રથમ વખત યુરોપીયન શૈલીના રેસ્ટોરન્ટના સંગાથે મનભાવક કાઠીયાવાડી તેમાં પણ મેથી કેળા, સેવ કાંદા સીમલા, કાંદા લસણ, કારેલા ડ્રાયની સ્પેશ્યાલીટી સાથે ર8 થી વધુ કાઠીયાવાડી ઉપરાંત પંજાબી, ચાઇનીઝ, મેકસીકન અને સુરતથી સ્પેશ્યલ કારીગરો બોલાવી સુરતના સ્પેશ્યલ ફેન્સી ડોસા સહિત અવનવી વેરાઇટીઓ સહ પરિવાર માણી શકાશે. એક સાથ 1પ0 લોકો જમી શકે તેવી વિશાળ જગ્યા, વિશાળ વેઇટીંગ એરીયા, બાળકો માટે રમત ગમતની જગ્યા રેસ્ટોરન્ટની સાથે કેફે, બેંકવેટ હોલ પાર્ટી લોન સહિતથી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ હશે. સોમવારથી કાઠીયાવાડી જલ્સા મલ્ટીકયુઝન રેસ્ટોરન્ટનો શુભારંભ થશે.
ઓપન કિચનમાં ગ્રાહકો તેમની નજર સામે સ્વાદિષ્ટ ભોજન બનતું નિહાળી શકશે
‘કાઠીયાવાડી જલ્સા’ મલ્ટીકયુઝન રેસ્ટોરન્ટમાં રંગીલા રાજકોટના માનવંતા ગ્રાહકો તેમની નજર સામે જ સ્વાદિષ્ટ ભોજન બનતું નિહાળી શકશે. ગ્રાહકે જે પણ વસ્તુઓનો ઓર્ડર કર્યો હશે તે તમામ લાઇવ જ બનાવવામાં આવશે. ‘કાઠીયાવાડી જલ્સા’ મલ્ટીકયુઝન રેસ્ટોરન્ટ રાજકોટનું એકમાત્ર ેરસ્ટોરન્ટ છે. કે ત્યાં ર8 પ્રકારના કાઠીયાવાડી ભોજન ઓર્ડર બાદ લાઇવ જ બનાવવામાં આવશે.