અત્યારના સમયમાં દરેક પરેશાનીનું સમાધાન મળી જાય છે. ત્યારે શારીરીક સંબંધોથી થતા સંક્રમણ કે પછી ગર્ભાવસ્થાને રોકવા માટે જો કોઇ ઉપાય કરવો હોય તો સૌ પ્રથમ કોઇ વસ્તુનો વિચાર આવે તો એ છે પુરુષ કોન્ડોમ.
– પુરુષ કોન્ડોમની જેમ જ મહિલા કોન્ડોમનો ઉપયોગ પણ સરળ છે.
– અનેકવાર પુરુષો સંભોગ દરમિયાન સુરક્ષાના ભાગરુપે કોન્ડોમનો ઉપયોગ નથી કરતાં, તેવા સમયે સ્ત્રીઓ ભારે મુશ્કેલી અનુભવે છે. તો પરેશાનીનો ઇલાજ એટલે મહિલા કોન્ડોમનો ઉપયોગ.
– મહિલા કોન્ડોમનાં ઉ૫યોગથી કઇ બાબતથી બચી શકાય ?
– વારે વારે ગર્ભધારણ થવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
– તેનાં ઉપયોગથી સેક્સ ટ્રાન્સમીકેડ ડિસીસીઝથી પણ રક્ષણ મેળવી શકાય છે.
– પિરિયડ્સનાં દિવસોમાં ગર્ભધારણ થવાની શક્યતાથી પણ બચી શકાય છે.
– પિરિયડ્સનાં દિવસો દરમિયાન સંભોગ સમયે થતિ સમસ્યાને ઉપાય પણ મળે છે.
– પુરુષને થયેલી કોઇપણ બિમારી સ્ત્રીનાં શરીરમાં દાખલ થતી અટકે છે.
– સંભોગ સમયે ઇન્ટરકોર્ષ દરમિયાન અનેકવાર સ્ત્રીઓને દુ:ખાવો થતો હોય છે. જેનાથી બચવા મહિલા કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ. જેના કારણે યોનીની અંદરની ચામડી પર ઓછુ ઘર્ષણ થાય છે અને દુ:ખાવો ઓછો થાય છે.
– તો આ હતા કેટલાંક એવા ફાયદા જે મહિલા કોન્ડોમનાં ઉપયોગથી થાય છે જેનો યોગ્ય ઉપયોગ સુરક્ષાની સાથે-સાથે સંબંધોમાં પ્રેમ અને મીઠાશ પણ વધારે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com