આયુર્વેદિક ક્ષેત્રે રાજકોટના તબીબની સિઘ્ધિ
વેદકાળથી આયુર્વેદ હઠીલા રોગ સામે અડીખમ
એલોપેથીના યુગમાં આયુર્વેદ ઇલાજની બોલબાલા
દર્દી સામાન્ય રીતે ડોકટરને ભગવાન માનતો હોય છે ત્યારે કયારેક ડોકટર માટે તેના દર્દીની સારવાર કરવીએ કઠીન પરીક્ષા સમાન હોય છે. અને હરહંમેશ નવા-નવા રોગ સામે લડવા માટે પણ દર્દીમાં આત્મ વિશ્ર્વાસનો સંચાર કરવો આવશ્યક છે. માત્ર એટલું જ નહીં પણ દર્દીને રોગમાંથી સંપૂર્ણપણે મુકત કરવા અત્યંત કઠિન કાર્યને ખુબ જ મહેનત અને ખંતથી કાર્ય કરવું પડે છે. ત્યારે આજથી ઘણા વર્ષો અગાઉ જયાં એકયુપ્રેસર અને એકયુપંકચર જેવી ચિકિત્સા પઘ્ધતિ વિશે ભારતમાં જાગૃતિ આવી ત્યારે પણ ઘણાં લોકો આવી પઘ્ધતિ વિશે શંકા થતી હતી. પણ ધીમે ધીમે તેની ઉપયોગીતા સમજાતી ગઇ, ત્યારે આયુર્વેદની જાણકારી ધરાવનાર તેમજ નેચરોપેથી, નાડી નિદાન, ઇલેકરો હોમિયોપેથી અને એકયુ પ્રેસરના ઉપચારા ને સિઘ્ધ કરનાર ડોકટર એટલે રાજકોટનાં ડોકટર પાર્થ પંડયા
ડો. પાર્થ પંડયા કોમ્લિમેન્ટરી સાયન્સ પર અભ્યાસ કરનાર ગુજરાતના પહેલા M.D. અને Ph. D. ની ડીગ્રી મેળવનાર તબીબ છે. તેઓ વૈકલ્પિક ચિકિત્સા પઘ્ધતિનાં પણ જાણકાર છે. તેઓ આયુર્વેદિક, મેગ્નેટ થેરાપી, ઓઝોન થેરાપી, હિલિંગ, ઇલેકટ્રો હોમિયોપેથી વગેરે રર જેટલી થેરાપી જાણે છે. અને દર્દીઓને સાજા પણ કર્યા છે. વૈકલ્પિક ચિકિત્સા રારા સુરેન્દ્રનગર પાસેના શિકળ ગામનો ૧૦ વર્ષનો બાળક ચાલી પણ ન શકે અને ઉભો પણ ન થઇ શકે તેવી સ્થિતિમાં ડો. પાર્થ પંડયા પાસે નિદાન માટે આવ્યા. ૩ માસની નિયમિત સારવાર બાદ આજે તે બાળક સ્વયં રીક્ષામાં બેસીને જઇ શકે તેમજ દાદરા પણ ચડી શકે છે. આમ અનેક દર્દીને સાજા કર્યા છે. તેમણે મુંબઇમાં પણ બધા દર્દીને આ પઘ્ધતિની સારવાર દ્વારા સાજા કર્યા છે. મુંબઇમાં અનેક બોલીવુડ કલાકારો જેવા કે કપીલ શર્મા અરબાઝ ખાન, આર્ય બબ્બર અને અનુપ જલોટા જેવા કલાકારો પણ ડો. પાર્થ પંડયાના દર્દી બની સારવાર લઇ ચુકયા છે.
ડો. પાર્થ પંડયા આયુર્વેદ વિશે જાણકારી આપતા જણાવે છે કે, આયુર્વેદ હજારો વર્ષ જુની આપણી પ્રાચીન પઘ્ધતિ છે જેનું ભગવાન ધન્વતરી એ સાક્ષાત જ્ઞાન આપેલું છે. વેદના આધાર ઉપર આપણી ભારતીય સંસ્કૃતિ છે. તેમાં આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવે છે. કોઇપણ રોગને મૂળમાંથી કાઢવો હોય તો આયુર્વેદ દ્વારા શકય બને છે. હિલીંગ થેરાપી વિશે જણાવતા ડો. પાર્થ કહે છે કે હિલીંગ થેરાપી એટલે બ્રહ્માની શકિત જે દરેક વ્યકિતના સુક્ષ્મ શરીરની અંદરથી જે નેગેટીવ એનર્જીએ દૂર થઇ શકે છે. સુક્ષ્મ શરીરમાંથી પણ વગર દવાએ અને કોઇને સ્પર્શ કર્યા વગર એ ચોકકસ વૈજ્ઞાનિક પઘ્ધતિથી હિલીંગથી સાજા થઇ શકાય છે.
હાલના કોરોના સમયમાં લોકોએ આયુર્વેદને વધારે માન આપ્યું છે. ઘરમાં જે વસ્તુ છે તેનાથી જેમ કે ઉકાળા માટે અજમો, તુલસી, મરી, આદુ વગેરે જેવા આયુર્વેદનો ઉપયોગ કરીને લોકો સાજા પણ થયા છે. ત્યારે આયુર્વેદએ આપણા ભારતમાં બહુ જ જુનુ છે. વિદેશના લોકો આપણી પાસેથી તે માહિતી લઇને દવા બનાવે છે. હવે લોકો પણ આયુર્વેદ તરફ આગળ વઘ્યા છે.
ડો. પાર્થ પંડયાને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ઘણા એવોર્ડ મળેલા છે. જેમ કે રાજય પુરસ્કાર એવોર્ડ, બેસ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા, ભારત ગૌરવ એવોર્ડ, ભારત સરકાર દ્વારા યોગ વિદ્દ એવોર્ડ, બ્રહ્મ ગૌરવ એવોર્ડ, ગ્રોબલ બ્રેલેસ એવોર્ડ, સેવા રત્ન એવોર્ડ, ચિકિત્સા રત્ન એવોર્ડ, લાયન્સ ગૌરવ પુરસ્કાર, એકયુપ્રેસરના ગોલ્ડ મેડલ તેમ જ એકયુપ્રેસરમાં રત્ન એવોર્ડ, શિરોમણી એવોર્ડ, ચિકિત્સા સંસાર વિશિષ્ટ એવોર્ડ આ ઉપરાંત તેમણે લંડન બ્રિટીશ કાઉન્સીલ તરફથી માનવ સભ્યપદ અપાયું છે. આ સાથે તેમને કોર્પોરેટ ટ્રેનર, સ્ફોટ સ્કીન ટ્રેનર, મોટિવેશ્નલ ટ્રેનર તરીકે ૧૪ વર્ષથી કામ કરે છે. અને ઇન્ટરનેશનલ લેવલનો સર્ટિફાઇટ ડાયાબિટીસનો ટ્રેનર પણ છે ડોકટરે હિન્દી સિરીયલ કર્લસ ચેનલમાં કલાકાર તરીકે પણ કામ કર્યુ છે. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના જેટલા શો કર્યા તે બધામાં લીડ એકટર તરીકે રોલ પ્લે કર્યા છે. છેલ્લા ૧૭ વર્ષથી એન્કર તરીકે પણ કામ કરે છે.
તેમનું ભવિષ્યનું સ્વપ્ન છે કે તમામ અસાઘ્ય રોગો માટેની ચિકિત્સા પઘ્ધતિ અને દવા મળી રહે અને તેની સારવાર પઘ્ધતિની શોધ માટે એક સંશોધન કેન્દ્ર સ્થાપવું છે. અત્યારે તથાસ્તુ હેલ્થ ઝોનમાં વર્ક કરે છે.