સિઘ્ધચક્ર તપગચ્છ શ્ર્વે.મૂ.જૈન સંઘના ઉપક્રમે રવિવારે સંઘના મેનેજીંગ ટ્રસ્ટી કિશોરભાઈ કોરડીયાના અધ્યક્ષ સ્થાને તથા ટ્રસ્ટી રમેશભાઈ જે.મહેતાના સહયોગથી ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત નવલકથાકાર વૈદ્ય મોહનલાલ ચુ.ધામીના પુત્ર, લેખક વિમલ ધામીનું તાજેતરમાં પ્રકાશિત પુસ્તક શ્રી ગિરનારજી તીર્થ વેદુ વારંવારનું વિમોચન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી શ્રમીજીવ કાચના જિનાલયના મે.ટ્રસ્ટી કિશોરભાઈ કોરડીયાએ જણાવ્યું કે, સાહિત્યકાર મોહનલાલ ચુનીલાલ ધામીના પુસ્તકો સમસ્ત જૈન સમાજમાં આજે પણ લોકપ્રિય છે. શ્રી ગિરનારજી તીર્થનું આ પુસ્તક અત્યંત સરળ ભાષામાં આલેખન માહિતીપ્રદ છે.
આ વિમોચન પ્રસંગે ટ્રસ્ટી રમેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવના, ચરિત્ર, પ્રતિમાજીનો ઈતિહાસ, ર્જીણોઘ્ધારની ગાથા સહિતની રસપ્રદ અને ઐતિહાસિક માહિતી આપવામાં આવી છે. લેખક વિમલ ધામીએ પ્રતિભાવ માં જણાવ્યું કે, આ પુસ્તકનું વિમોચન શ્રમજીવી કાચના જિનાલયના અગ્રણી ઓની ઉપસ્થિતિમાં થયું તેનો આનંદ છે. આ પ્રસંગે શ્રમજીવી કાચના જિનાલયના સર્વે કિશોરભાઈ કોરડીયા, રમેશભાઈ મહેતા, અરવિંદભાઈ શાહ, મનિષભાઈ મહેતા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિમલ ધામી અને કિશોરભાઈ કોરડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.