• માર્કેટમાં પણ તેજીનો તોખાર યથાવત: સેન્સેક્સ 75 હજારને પાર તો નિફટી 22750ને સ્પર્શી

Business News : સોના અને ચાંદીના ભાવમાં હાલ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીએ રૂ.1 લાખ તરફ દોટ મૂકી છે તો સોનુ પબ રૂ.75 હજારને અડુંઅડું છે. આ દરમિયાન શેરબજારમાં પણ આજે તેજીનો તોખાર યથાવત રહ્યો છે.

શેરમાર્કેટની સ્થિતિ

શેરબજાર ફરી એક નવી ટોચે પહોંચ્યું છે અને સતત બીજા દિવસે બજાર ઐતિહાસિક ઊંચાઈ પર ખુલ્યું છે. ભારતીય બજારમાં સેન્સેક્સ 75,000ના સ્તરને પાર કરી ગયો છે. બીએસઇ સેન્સેક્સ 381.78 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 75,124.28 પર ખુલ્યો હતો અને પ્રથમ વખત 75,000ને પાર કરી ગયો હતો. એનએસઇનો નિફ્ટી 98.80 પોઈન્ટ અથવા 0.44 ટકાના વધારા સાથે 22,765.10ના સ્તર પર ખુલ્યો અને આ નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ

સેન્સેક્સ માર્કેટ ખુલતાની સાથે જ તે 75 હજારને પાર કરી ગયો હતો પરંતુ 15 મિનિટ પછી બીએસઇ સેન્સેક્સના 30માંથી 16 શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 14 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એનએસઇ નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરોમાં તેજી જોવા મળી રહી છે જ્યારે 22 શેરો ઘટાડા પર છે.

સોના-ચાંદીના ભાવ

સોમવારે 8 એપ્રિલના રોજ ગોલ્ડના ભાવ 70,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયા હતા. ચાંદીમાં તેજી સાથે વધતાં 81,313 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડને પાર કરી ગઇ હતી. સોના અને ચાંદીના ભાવમાં આ તેજી ઘણા કારણોના લીધે આવી છે. હવે ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ કિલોના આંકડાને પાર કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સોના-ચાંદીના ભાવમાં વધારા માટે આર્થિક કારણોની સાથે સાથે વિશ્વમાં ચાલી રહેલા ઘણા યુદ્ધને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે સોના-ચાંદીની ખરીદીમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2023માં સોનાના ભાવમાં લગભગ 13 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ લગભગ 7.19 ટકાનો વધારો થયો છે. 2024ના ડેટા પર નજર કરીએ તો આ વર્ષે 8 એપ્રિલ સુધી ચાંદીમાં લગભગ 11 ટકા અને સોનું લગભગ 15 ટકાનો વધારો થયો છે.

ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં થઇ રહેલી ઉથલપાથલ પર બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે સોમવારે કહ્યું કે હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં સ્થિરતા આવવાની કોઇ આશા નથી. હાલ ચાંદી 1 લાખ રૂપિયા કિલો સુધી જઇ શકે છે. તેના મીડિયમથી લઇને લોન્ગ ટર્મમાં 92 હજાર રૂપિયા પ્રતિ કિલોના રેટ પર સ્થિરતાની આશા છે. જિઓપોલિટિકલ તણાવે રોકાણકારોના વલણને બદલી દીધું છે. સાથે જ ઇંડસ્ટ્રીમાં પણ ચાંદીની ડિમાન્ડ ઝડપથી વધી છે. તેમાં ઓટોમોટિવ અને કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ સામેલ છે. સોલાર એનર્જીની ડિમાંડ વધવાની સાથે જ ચાંદીની માંગમાં પણ તેજી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.