માત્ર સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં પણ આ સાથે દિનપ્રતિદિન સોશિયલ મીડિયા કંપનીઓનું માર્કેટ પણ વધી રહ્યું છે. આમ જોઈએ તો મોટાભાગના લોકો ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, વોટ્સએપ સહિતની તમામ સોશિયલ મીડિયા કંપનીઓની સેવાને મફત માને છે. પણ યૂઝર્સ અને એવર્ટાઈઝ થકી કરોડો રૂપિયા રળે છે. ત્યારે તાજેતરમાં આઈએનસીએ ઈન્ડિયા ઈન્ફ્લુએન્સર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ચાલુ વર્ષે સોશિયલ મીડિયા કંપનીઓએ રૂપિયા 900 કરોડનો વેપલો કર્યો છે. જે આગામી 4 વર્ષમાં વધી 2200 કરોડ રૂપિયા થઈ શકે છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્ષ 2025 સુધીમાં 2,200 કરોડનો ઉદ્યોગ બનવા માટે વાર્ષિક ધોરણે 25% વૃદ્ધિ થવાની ધારણા છે. ઈન્ટરનેટ પ્રવેશમાં વૃદ્ધિ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પ્રસાર વધ્યો છે, જે બ્રાન્ડ દ્વારા તેમના વેપલાને આગળ વધારવા માટે પ્રભાવકો સાથે સંકળાયેલા છે. ગ્રૂપના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રભાવક માર્કેટિંગ ઉદ્યોગ રોગચાળા દ્વારા તેમજ ગ્રાહકો સાથે સીધા જોડાવા માંગતા બ્રાન્ડના ઉદયથી પરિવર્તિત થઈ રહ્યો છે. રોગચાળા પહેલા પણ, ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 400 મિલિયન લોકો હતા અને છેલ્લા 18 મહિના દરમિયાન આ સંખ્યા આસમાને પહોંચી ગઈ છે.