મીઠાઇના દેખાવને આવર્ષક અને નયનરમ્ય બનાવવા માટે વર્ષોથી ચાંદીના વરખનો ઉપયોગ કરવામાં આવે છે. ચાંદીના વરખની બનાવટમાં ઉપયોગમાં લેવાતા પશુઓના ચામડા પર નવી દિલ્હીની ‘આપ’સરકારે પ્રતિબંધ લાદ્યો હતો જે દિલ્હી હાઇકોર્ટે ઉઠાવી લેવા આદેશ કર્યો છે.
ચાંદીના વરખના ઉત્પાદનમાં પશુઓના ચામડાનો ઉ૫યોગ સામાન્ય રીતે થતો હોય છે. વરખની મેન્યુફેકચરિંગ પ્રોસેસ દરમિયાન તેને ચામડાની વચ્ચે રાખવામાં આવે છે. ‘આપ’ સરકારે તેના પર પ્રતિબંધ મૂકયો હતો.સુપ્રીમ કોર્ટના જસ્ટીશ સંજીવ ખન્ના અને ચંદન શેખરની બેંચે પરંપરાગત રીતે ચાંદીના વરખનું મેન્યુફેકચરીંગ કરતી એક કંપનીની પિટીશન પર ચુકાદો આપ્યો હતો. તેમણે પિટિશનમાં જણાવ્યું હતું કે ચાંદીના વરખ બનાવવાની પ્રોસેસને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેની માન્યતા મેળવવામાં આવી છે.
ચાંદીના વરખ બનાવવાની પ્રક્રિયા આરોગ્યપ્રદ અને બીન જોખમી છે.
સરકારે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ચાંદીનો વરખ બનાવવાની એક એવી નવી પ્રોસેસ પણ છે જેમાં પશુના ચામડાના ઉપયોગની જરુર પડતી નથી પરંતુ મેન્યુફેકચરર્સ પરંપરાગત પ્રોસેસને જ વળગી રહ્યા છે.
દિલ્હી હાઇકોર્ટે ચાંદીના વરખની પરંપરાગત પ્રોસેસને વધુ એક વાર સરકારી એજન્સી સમક્ષ પ્રદર્શિત કરવા પિટીશનરને આદેશ આપ્યો છે. સાથો સાથ ડેમો બાદ સરકારી એજન્સીને આવતા ૩ માસમાં કોર્ટમાં રીપોર્ટ સબમીટ કરવા પણ આદેશ આપ્યો છે.
મેન્યુફેકચર્સની દલીલ છે કે ચાંદીના વરખની મેન્યુફેકચરિંગ પ્રોસેસમાં વર્ષોથી પશુના ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ખોટું શું છે? આ જરાય બીનઆરોગ્યપ્રદ નથી. પશુના ચામડાને પ્રોસેસમાં લેતા અગાઉ બિલકુલ સુકવી નાખવામાં આવે છે.