હાર્ટ એટેકમાં સામાન્ય રીતે લોહીના ગંઠાઇ જવાથી લોહી હૃદય સુધી પહોંચતું નથી અને છાતીમાં તીવ્ર દુઃખાવો થાય છે, પરંતુ સાયલન્ટ હાર્ટ એટેકમાં હંમેશાં એવું થતું નથી. ઘણી વખત તે લોકોને ગુપચુપ રહી શિકાર બનાવે છે. સાયલન્ટ હાર્ટ એટેક અત્યંત જીવલેણ માનવામાં આવે છે કારણ કે મોટાભાગના લોકો તેની ખબર જ પડતી નથી. આ કારણોસર, તેઓ યોગ્ય સમયે સારવાર પણ મેળવી શકતા નથી.
દુઃખાવો થતો નથી!
ઘણી વખત છાતીમાં દુખાવો થતો નથી અથવ ખૂબ જ હળવો દુખાવો થાય છે અને લોકો તેને અવગણે છે. લોકોને લાગે છે કે ગેસની સમસ્યાને કારણે આવું થઈ રહ્યું છે.
વધુ લોકોને શિકાર બનાવે છે સાયલન્ટ હાર્ટ એટેક!
સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ હૃદયરોગને કારણે થાય છે અને તે પૈકી સાયલન્ટ હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધારે છે. એક અભ્યાસ મુજબ હાર્ટ એટેકના 45 ટકા કેસ સાયલન્ટ હાર્ટ એટેકના છે. મોટાભાગની પરિસ્થિતિમાં લોકોને એ પણ ખબર હોતી નથી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે.
લક્ષણો
આ પ્રકારના હાર્ટ એટેકથી છાતીમાં દુ:ખાવો થવો જરૂરી નથી. કેટલીકવાર દર્દીને જડબા, ગળા, હાથ, પેટ અથવા પીઠમાં પણ દુ:ખાવો થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી ઉપરાંત નબળાઇ પણ અનુભવાય છે. આમાં દર્દીને વારંવાર ઉલટી, ચક્કર અને પરસેવો આવે છે, હૃદયમાં બેચેની રહે છે. છાતીમાં તીવ્ર દુખાવો ન હોવાને કારણે, લોકો સમજી શકતા નથી કે તે હૃદયરોગ હોઈ શકે છે.