સાયલા નજીક ટ્રકમાંથી રૂ.૧૪.૨૯ લાખનો વિદેશી દારૂ પકડાયો: ચોટીલા ખડગુંદા ગામે ૫૦૯૫ બોટલ દારૂ ભરેલું ટેન્કર સાથે એકની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના બે-સ્થળે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે જેમાં સાયલા નજીક ટુકમાંથી ૪૭૬૪ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરે રૂ.૨૪.૨૯ લાખનો મુદ્દામાલ એલ.સી.બીએ કબ્જે કયો છે જયારે ચોટીલાના ખડગુંદા ગામે સ્ટેટ વિજીલન્સે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દુધના ટેન્કરમાંથી ૫૦૯૫ બોટલ દારૂ સાથે કેબીનેટ ઝડપી લઈ રૂ.૨૬.૯૨ લાખનાં મુદ્દામાલ કબ્જે કર્યોે છે.
આ અંગની વિગત એવી છે કે ચોટીલા તાબેના ખડગુંદા ગામની સીમમાં આવેલ ભોંયરાવાળા વિસ્તારમાં દૂધના ટેન્કરમાંથી દારૂની હેરાફરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે સ્ટેટ વિજીલન્સના આર.એસ.આઈ રવિરાજસિંહ એ.જાડેજા તથા સ્ટાફના ચેતન બારૈયા, ધનેશ્ર્વર દેસાઈ,રાણા કુંગદસીયા, મોહન ચાવડા, સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો અને દૂધના ટેન્કરમાંથી ૪૨૭ પેટીમાંગ ૫૦૯૫ બોટલ દારૂ તથા બે મોબાઈલ, ટેન્કર સહિત રૂ.૨૬.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યોે હતો અને કિલનર શંકરલાલ જગમાલરામ બીશનો ઈને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન ટેન્કરચાલક કાલુરામ ઉર્ફે કમલેશ ભગીરથ બીશનોઈ અને એક સ્થાનિક અજાણ્યો શખસ નાસી છૂટયા હતા.આ અંગે પોલીસે દારૂનો જથ્થો સપપ્લાય કરનાર અને મંગાવનાર સહિતના બુટલેગરો અને તપાસમાં ખુલે તે સહિતના વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
રાજકોટ-લીંબડી ધોરીમાર્ગ પર એસ.બી.બી.ના પી. આઈ. ડી. એમ ઢાલ અને પી. એસ. આઈ. વી. આર.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે અમદાવાદ તરફથી એચ.આર.૬૯ એ ૩૫૫૬ નંબરના ટુકમાં વિદેશી દારૂનો જથ્થો આપી રહ્યાની મળ્યાની બાતમીના આધારે સ્ટાફ સાયલા નજીક કેશરપટ ગામના પાર્ટીમાં પાસે વોંચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરવાળુ ટેન્કર નિકળતા અટકાવી તલાશી લેતા રૂ.૧૪.૨૯ લાખની કિંમતનો ૪૭૬૪ બોટલ વિદેશી દારૂ સાથે દિલ્હીનો પ્રદીપ ચૌધરીની ધરપકડ કરી ટુંક અને દારૂ મળી રૂ.૨૪.૨૯ લાખની કિંમતનોે મુદ્દામાલ ક્બ્જે કરી ઝડપાયો શખ્સની પુછપરછ હાથધરી છે.