પવનને કારણે ઝાડ પડી ગયા હોવાથી રસ્તો ખુલ્લો કરાવવા એનડીઆરએફની મદદ લેવાઇ
જામનગર તાલુકાના દોઢિયા ગામ અને બાલંભડી ગામ વચ્ચેનો માર્ગ કે જેના પર આજે પહેલી સવારે બે મોટા ઝાડ પડી ગયા હતા, અને સંપૂર્ણપણે બંને ગામ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો. તે અંગેની જાણકારી મળતાં સૌપ્રથમ સિક્કા પોલીસ સ્ટેશન અ પોલિશ્ડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ પટેલ, ઉપરાંત જે.જી. રાણા, કે. કે. જાડેજા, બી. એમ. જાડેજા, ડી.કે. જાડેજા, સંકેતભાઈ અને મહેશભાઈ વગેરે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
તેમજ એનડીઆરએફની ટીમના છ જવાનોની મદદથી ઝાડની ડાળીઓને કાપી ને જાતે જ મોટા મોટા દોરડાથી બાંધીને એક સાથે ડાળીઓ ખેંચીને સંપૂર્ણપણે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. સતત ત્રણ કલાકની જહેમત પછી બંને ગામ વચ્ચેનો માર્ગ ખુલ્લો થયો હતો, તેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.