ગત સરકાર તેમજ મોદી સરકારની કામગીરીની સરખામણી કરતા ડેટા મુકવાની સલાહ
ભાજપના પ્રમુખ અમિત શાહે પાર્ટીના સોશિયલ મીડિયાના નિષ્ણાંતો સાથેની દિલ્હીની સભામાં કહ્યું હતું કે, કોઈપણ પોસ્ટ ખોટી ન હોવી જોઈએ કારણકે લોકો તમામ ઘટનાઓથી વાકેફ હોય છે. ભાજપનાં સોશિયલ મીડિયા વિશે તેમણે જણાવ્યું કે, તેમણે ચાર વર્ષમાં મોદી સરકારે મેળવેલી જીત અને સામાજીક યોજનાઓને હાઈલાઈટ કરવી જોઈએ. મીટીંગ નવી દિલ્હી ખાતેના મ્યુનીસીપલ કાઉન્સીલમાં યોજાઈ હતી. જેમાં ૧૦ હજારથી વધુ ફોલોવર્સ ધરાવતા ૩૦૦ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
ઓનલાઈન માધ્યમોનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે રાજકારણ માટે તે એક ખુબ જ જરૂરી માધ્યમ બની રહ્યું છે. અમિત શાહે તેના કાર્યકરોને વાઈરલ સમાચારોથી બચવા માટેની શીખ આપી હતી અને કોંગ્રેસ સરકાર અને મોદી સરકારની ૪ વર્ષની કામગીરીની સરખામણી કરવાની પણ સલાહ આપી હતી અને સોશિયલ મીડિયા પળેપળની ખબરોનું સૌથી મોટો સ્ત્રોત બની રહ્યું હોવાથી સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે.