ફૂડ પ્રોસેસિંગ, રસાયણ, ઓટોમોબાઇલ, ટેકસટાઇલ્સ, કૃષિ સહિતના ક્ષેત્રોને પ્રોત્સાહન આપવું જરૂરી
ભારતમાં જુલાઇ મહિનામાં અગાઉના વર્ષના સાંક્ષેપ સમય ગાળાથી ૮૭.૫૦ ટકા જેટલી નિકાસ વૃઘ્ધિ થવા પામી છે. ર૯ જુલાઇ સુધી પ્રાપ્ત થયેલા આંકડાઓમાં જોવા મળ્યું છે કે જુલાઇ ૨૭ સુધીમાં રેલવે પરિવહનમાં વધારો નોંધાયો છે. ગયા વર્ષના સાંપેક્ષમાં આજ સમયગાળા દરમિયાન આ વર્ષે રેલવે પરિવહનમાં વધારો થવા પામ્યો છે. આ પરિસ્થિતિ આર્થિક સુધારાના સંકેતો મળી રહ્યા છે. તેમ સરકારના સૂત્રો એ જણાવી સત્તાવાર રીતે જુલાઇ મહિનામાં ભારતે ૨૬.૩૩ મિલિયન ડોલરના મુલ્યની વસ્તુઓની નિકાસ કરી હતી.
ભારતમાં બિન ઉર્જા અને ઇંધણ સિવાયની નિકાસનું પ્રમાણ ૯૫ ટકા જેટલું આ વર્ષે વધવા પામ્યું છે. જયારે આ ક્ષેત્રની આયાત જુલાઇ ૨૦૧૯ની સાંપેક્ષમાં ૯૦ ટકા જેટલી રહેવા પામી છે. આ પરિસ્થિતિ અને સંકેતો દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો ગણી શકાય.
ભારતમાં આર્થિક ઉજાતિના સંકેતો સ્પષ્ટ બન્યા છે ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે નિકાસ ૮૭ ટકા પહોંચી છે. અને પરિવહનમાં પણ વધારો થવા પામ્યો છે. ૨૦૧૯ જુલાઇના સાંપેક્ષમાં ચાલુ વર્ષેના આ મહિનામાં ૭૨ ટકા જેટલી રિકવરીના સંકેતો ઉજળા બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક વિકાસના સંકલ્પ અને અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું કદ આપવા માટેના સંકલ્પને સિઘ્ધ કરવા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા અસરકારક પગલા અને સુધારાવાદી નિર્ણયોમાં આત્મનિર્ભર ભારતના ક્ધસેપ્ટ મુજબ દેશમાં સ્વદેશી ધોરણે ઉત્પાદન, ફુડ પ્રોસેસીંગ, ઔઘોગિક રસાયણ, ઓટોમોબાઇલ, ટેક્ષટાઇલ્સ, કૃષિ ઓજારો, હળવી મશીનરી, હાથશાલ, અને ગૃહ ઉઘોગ જેવા ૪૦ થી વધુ એવા ક્ષેત્રો છે કે જેમને પ્રોત્સાહીત આપવાથી ચીન જેવા દેશો પાસેથી કરવામાં આવતી આયાતનું પ્રમાણ ૮૭ ટકા જેટલુ ઘટાડી શકાય છે. અર્થ તંત્રનો પીઠબળ મળ્યું! ભારતમાં ઔઘોગિક ઉત્પાદન અને ધરેલું જરુરીયાતો પુરી કરવા માટે દશેમાં જ સ્વદેશી ધોરણે ઔઘોગિક ઉત્૫ાદનમાં વધારો કરવાની નેમથી વિકાસની ક્ષમતામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. અને આયાતના ઘણા ક્ષેત્રોની જરુરીયાતો સ્થાનીક ધોરણે પુરી થવા લાગી છે. આ પરિસ્થિતિ સારી અસરો દેખાવવા લાગી છે. આ વર્ષે નિકાસમાં ૮૭ ટકા નીવૃધિધ અને પરિવહનમાં વધારો નોંધાયો છે.