પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ શુક્રવારે દાવો કર્યો છે કે, ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા જઈ રહ્યું છે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે, તેની પાસે સર્જીકલ સ્ટ્રાઈક થશે તેવા પુરાવા પણ છે. કુરેશીએ આ દાવો દુબઈમાં કર્યો હતો જ્યાં તેઓ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા.
સાઉદી અરબ અમીરાતની બે દિવસીય મુલાકાતના અંતે શાહ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન કુરેશીએ કહ્યું, “ગુપ્તચરો તરફથી એક મોટી માહિતી મળી છે કે ભારત પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત પહેલાથી જ તે દેશોને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે જેને ભારત પોતાનો ભાગીદાર માને છે.
કુરેશીએ એવો દાવો પણ કર્યો છે કે ભારતે તેના આંતરિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે સર્જીકલ સ્ટ્રાઈકનો પ્લાન બનાવી રહ્યું છે.
નોંધનીય છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાન ઉપર ભૂતકાળમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં આતંકીઓ અને લોન્ચિંગ પેડનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો.