ગત વર્ષ ઓકટોબર માસ કરતા ચાલુ વર્ષે બે ગણી આવક

રાજકોટ એસ.ટી. ડીવીઝનની ગાડી હાલ પુરઝડપે ચાલી રહી છે ત્યારે દરેક ક્ષેત્રમાં ડિજીટલાઇઝેશન માટે ટેકનોલોજી પણ હાઇટેક બનાવી છે. હાલ રાજકોટ એસ.ટી. ડીવીઝન મુસાફરો માટે મોટા પ્રમાણમાં ડીજીટલ વ્યવહારને વધારે પ્રાધાન્ય આપી રહ્યું છે. તેમ એસ.ટી.ની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો મુસાફરો પણ ઓનલાઇન બુકીંગનો આગ્રહ વધુ રાખ્યો છે તે ગયા માસની આવક પરથી ખ્યાલ આવે છે.

રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દીનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ઓનલાઇન ટીકીટ બુક કરાવવામાં ઘણી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને હવે મુસાફરો પણ ઓનલાઇન ટીકીટ તરફ વધુ વળ્યા છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઓનલાઇન બુકીંગ કરાવનારા મુસાફરોનું પ્રમાણ છેલ્લા એક વર્ષમાં ઘણું વઘ્યું છે. ગયા વર્ષના ઓકટોબર માસની વાત કરવામાં આવે તો ઓનલાઇન બુકીંગમાં એસ.ટી. ડિવીઝનને રૂ.૭૫ લાખની આવક થવા પામી હતી. જયારે ચાલુ વર્ષે ઓકટોબર માસમાં રૂ૧ કરોડ ૭ લાખની આવક થવા પામી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષનીવાત કરવામાં આવે તો ઓકટોબર માસ દરમિયાન ૨૯ લાખની વધુ આવક પ્રાપ્ત થવા પામી છે. ટુંકમાં કહી શકાય કે આ વર્ષે બમણી આવક થવા પામી છે. સોરાષ્ટ્રભરમાં ગત મહીને દિવાળી તહેવારનો માહોલ જેમાં અલગ અલગ જગ્યાએ થતા મેળાઓ તેમજ વિવિધ કાર્યક્રમોને લઇને એસ.ટી. દોડાવવામાં આવી હતી જેના પગલે એસ.ટી. ડીવીઝનને વધારાની આવક થઇ હતી. સાથો સાથ બીજી તરફ વાત કરીએ તો ગત વર્ષ ૮મીએ નોટબંધી જાહેર કરાતા પણ ચાલુ વર્ષે ઓનલાઇન બુકીંગ તરફ મુસાફરો વઘ્યા છે.

એસ.ટી. નિગમ દ્વારા મુસાફરો માટે બસ સ્ટેન્ડમાં જ રિઝર્વેશન વિનડો જી.એસ.આર. ટી.સી.ની મોબાઇલ એપ, વેબસાઇટો ઉપરાંત ખાનગી એજન્ટો દ્વારા પણ ટીકીટ બુકીંગ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મુસાફર ઘરે બેઠા જ મોબાઇલમાં જી.એસ.આર. ટી.સી. નીએપમાં જે તે જગ્યાએ જવા માટે ઓનલાઇન બુકીંગ કરાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.