સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં સતત ધરા ધ્રૂજતી રહે છે. ત્યારે આજે રોજ કચ્છની ધરા ફરી ધ્રુજી છે. સવારે 11:30 વાગ્યાની આસપાસ દુધઈમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકથી આસપાસના ગામોમાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.ભૂકંપના આંચકામાં ફરી નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે…શું કુદરત ફરી રુઠશે ????
તાજેતરમાં જ 8મી ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં ભુકંપથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાત્રે 9 કલાકને 8 મિનિટે આવેલા ભૂકંપની તીવ્રતા 3.0 આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળ્યા છે.
તો 19 જાન્યુઆરીએ પણ કચ્છમાં ભચાઉ પાસે ભુકંપનો આચકો અનુભવાયો હતો. સવારે 9 વાગ્યે અને 17 મીનીટે આંચકો અનુભવાયો હતો. ભુકંપની તીવ્રતા 3.0ની મપાઈ હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર જણાવાયુ હતું.
આ અગાઉ ભુજમાં 11મી જાન્યુઆરીએ ભુકંપ આવ્યો હતો. 11મી જાન્યુઆરીએ 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે દિવસે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.
11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.