સ્વચ્છ ભારત મિશન-શહેરી 2.0 યોજનાઓનું અમલીકરણ
સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0 હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, યુઝ્ડ વોટર મેનેજમેન્ટ, સફાઈમિત્ર સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની યોજનાઓને વધુ સઘન બનાવી રહ્યુ: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સમીક્ષા-વર્કશોપ યોજાયો
નાગરિકોમાં જાગરૂકતા વધારીને તેમજ સ્વચ્છ સુવિધાઓની ઉપલબ્ધતામાં સતત સુધારો કરીને, સ્વચ્છ ભારત મિશન-શહેરીનો (SBM-U) પહેલો તબક્કો પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહ્યો હતો અને 100% શહેરી ભારતને ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત જાહેર કરવામાં આવ્યું. SBM-U 2.0નો ઉદ્દેશ શહેરી ભારતને કચરા મુક્ત (ODF) બનાવવાનો અને ODFથી પણ આગળ વધવાનો છે. છેલ્લા 8 વર્ષોમાં આ મિશને ક્રાંતિકારી રીતે સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલ્યો છે અને તેના કારણે અનેક નાગરિકોના વ્યવહારમાં બદલાવ આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન-શહેરીનો બીજો તબક્કો એક જન આંદોલન બની ગયો છે અને મોટા પાયા પર નાગરિકોને સંગઠિત કરવાની સાથે તેમની ભાગીદારી મેળવવામાં પણ મદદ મળી. આ સસ્ટેનેબ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 હાંસલ કરવાની દિશામાં યોગદાન આપવાની સાથે-સાથે ભારતના ગતિશીલ શહેરીકરણના પડકારો પર અસરકારક રીતે કામ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું.
આ યાત્રાને આગળ વધારતા આ મિશન સ્થાયી સ્વચ્છતાના પથ પર સતત આગળ વધી રહ્યું છે, જેમાં 3500 શહેરો અને 1100 શહેરોને ક્રમશ: ODF+ અને ODF++ પ્રમાણિત કરવામાં આવ્યા છે, અને 14 શહેરોને વોટર+ પ્રમાણિત કરવામાં આવ્યા છે, જેમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને તેનો ભરપૂર પુન: ઉપયોગ સામેલ છે. શહેરો માટે ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગમાં 234 શહેરો 1-સ્ટાર રેટિંગવાળા, 199 શહેરો 3-સ્ટાર રેટિંગવાળા અને 11 શહેરો 5-સ્ટાર રેટિંગવાળા છે. ભારતમાં વેસ્ટ પ્રોસેસિંગ 2014ની સરખામણીએ 18% થી ચારગણું વધીને આજે 76% થઈ ગયું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે વૈજ્ઞાનિક ઢબે કચરા વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ બાબત એવી છે કે આ મિશન સ્વચ્છતા કર્મીઓ, અનૌપચારિક સ્વચ્છતાકર્મીઓ અને સફાઈમિત્રોના જીવનમાં ઉલ્લેખનીય બદલાવ લાવવામાં સક્ષમ રહ્યું છે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0ની યોજના અને અમલીકરણના સ્કેલનું મૂલ્યાંકન કરવા માટે એક દિવસની સમીક્ષા અને વર્કશોપનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી શહેરી વિકાસ અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના મુખ્ય સચિવો, 9 મેગાપોલિસના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો, રાજ્યના મિશન ડિરેક્ટર્સ, સેક્ટર પાર્ટનર્સ, ખજ્ઞઇંઞઅના વિકાસ ભાગીદારો વગેરેએ ભાગ લીધો હતો.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ SBMના પ્રથમ તબક્કાની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું અને તેને મળેલી જબરદસ્ત સફળતાનો શ્રેય જન આંદોલનને આપ્યો. તેમણે કહ્યું કે આના લીધો લોકોના વ્યવહારમાં પણ મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે એસબીએમ શહેરીનો બીજો તબક્કો સાયન્ટિફિક સોલિડ વેસ્ટ અને યુઝ્ડ વોટર મેનેજમેન્ટ દ્વારા કચરા મુક્ત શહેરોના વિઝનને સાકાર કરવામ માંગે છે. તેમણે કહ્યું કે આયોજન અને મંજૂરીની પ્રક્રિયાઓને ઝડપી બનાવતા, 22 રાજ્યો માટે 50% થી વધુ ફાળવણી માત્ર બીજા વર્ષમાં જ મંજૂર કરવામાં આવી છે.
રાજ્યો સાથે વાતચીત કરતી વખતે તેમણે ઉલ્લેખ કર્યો કે હાલમાં ચાલી રહેલા સ્વચ્છ સર્વેક્ષણ દરમિયાન તેઓ ગ્રાઉન્ડ લેવલ પર સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા માટે ઉત્સુક છે. કેન્દ્રીય મંત્રીએ એ વાત પર પ્રકાશ નાખ્યો કે તમામ શહેરોએ 2026 સુધીમાં 3-સ્ટાર કચરા મુક્ત રેટિંગ હાંસલ કરવી જોઇએ અને આ મહત્વાકાંક્ષી લક્ષ્ય માટે નિયમિત યોજના, મોનિટરિંગ, મૂલ્યાંકન અને સુધારાત્મક ઉપાયોના અમલીકરણના માધ્યમથી તાત્કાલિક પ્રયાસોની જરૂર છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે સમીક્ષા તેમજ વર્કશોપે વિવિધ રાજ્યોના અનુભવોને શીખવા અને શેર કરવા માટે એક મૂલ્યવાન મંચ પ્રદાન કર્યો છે. ઇંદોરના સેન્ટર ઓફ એક્સલન્સમાં ટ્રેનિંગ કાર્યક્રમ, સ્વચ્છતા નોલેજ પાર્ટનર્સ ડિરેક્ટરી અને સ્વચ્છ સર્વેક્ષણ 2024 ટુલકિટને લોન્ચ કરતી વખતે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે તેનાથી સહયોગ અને નોલેજ શેરિંગને પ્રોત્સાહન મળશે.
કાર્યક્રમમાં સામેલ થયેલા રાજ્યોને સંબોધન કરતી વખતે ખજ્ઞઇંઞઅના સચિવ મનોજ જોશીએ એ વાત પર ભાર મૂક્યો કે શહેરો દ્વારા સ્વચ્છતા માટે ઘણી બધી વિશેષ પહેલો કરવામાં આવી છે અને લીગસી વેસ્ટ ડમ્પસાઇટ રેમેડિએશન, વેસ્ટ પ્રોસેસિંગ, યુઝ્ડ વોટર મેનેજમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં ઘણા જબરદસ્ત પ્રયાસો થયા છે. તેમણે કહ્યું, આપણે અહીંયા ભવિષ્યમાં થનારા કાર્યો પર ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. તેમણે એ વાત પર પ્રકાશ નાખ્યો કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યો પોતાના પ્રયાસોથી એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે અને બીજા રાજ્યોના શહેરોએ પણ તેમની પાસેથી શીખવું જોઇએ. લીગસી વેસ્ટ ડમ્પસાઇટ્સ અને વેસ્ટ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતા સચિવશ્રીએ એ વાત પર પ્રકાશ નાખ્યો કે વર્ષ 2026 સુધી લક્ષ્યને હાંસલ કરવા માટે યોજનાઓ અને અમલીકરણમાં ઝડપ લાવવી જોઇએ. તેમણે એ વાતને દોહરાવી કે SBM-U 2.0નો ઉદ્દેશ્ય વેસ્ટ ટુ વેલ્થ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા ઉપરાંત કુશળ અને વૈજ્ઞાનિક પ્રોસેસિંગ માટે સ્થાયી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાનો છે. તેમણે શહેરી નિયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને નિષ્કર્ષ આપ્યો કે જેનાથી આવનારા વર્ષોમાં મોટાભાગના રાજ્યોને લાભ થશે અને સોર્સ સેગ્રીગેશન, વેસ્ટ કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગને લાગુ કરવામાં મદદ મળશે.
વિવિધ રાજ્યોમાં SBM-U 2.0 હેઠળ અનેક પ્રોજેક્ટ્સનું અવલોકન કરતા સંયુક્ત સચિવ તેમજ એસબીએમ મિશનના ડાયરેક્ટર શ્રીમતી રૂપા મિશ્રાએ કહ્યું, આ આપણી નીતિઓને સમજવાનો, અન્ય રાજ્યો પાસેથી શીખવાનો અને એટલી ઝડપી ગતિએ આગળ વધવાનો સમય છે જેનાથી આપણે 2026નું લક્ષ્ય હાંસલ કરી શકીએ. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ વિવિધ રાજ્યોની સમીક્ષા કરતી વખતે તેમણે એ વાત પર પ્રકાશ નાખ્યો કે સ્ત્રોતમાંથી કચરાના પૃથક્કરણથી SBM-U 2.0 ને તાકાત મળે છે અને દરેક શહેરે તાજા કચરાને ડમ્પસાઇટ્સ સુધી પહોંચતો અટકાવવા માટે એક બેન્ચમાર્ક બનાવવાનો રહેશે. તેમણે ઔપચારિક ક્ષેત્રને એકીકૃત કરવા, સોલિડ વેસ્ટ જનરેટરની ભૂમિકા, ક્લસ્ટરિંગ લેન્ડફિલ, બિહેવિયરલ ચેન્જ (વર્તણૂંકમાં બદલાવ) અને ઇપીઆર (EPR) ના સંચાલન પર પણ પ્રકાશ નાખ્યો. દિવસના પહેલા સત્રમાં નગરપાલિકા અને રાજ્યોના ભીના કચરાના વ્યવસ્થાપન, CD વેસ્ટ અને લીગસી વેસ્ટ રેમેડિએશન સહિત સૂક્કા કચરાના વ્યવસ્થાપન પર પ્રગતિ, યોજના અને સમીક્ષા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બપોર પછીના સત્રની શરૂઆત નાના શહેરોમાં મ્યુનિસિપલ યુઝ્ડ વોટર મેનેજમેન્ટ પર ચર્ચા અને સમીક્ષા સાથે થઈ હતી. વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ આકાંક્ષી શૌચાલયો, સામુદાયિક શૌચાલય/જાહેર શૌચાલયોનું વ્યવસ્થપન, નાના શહેરોમાં યુઝ્ડ વોટર મેનેજમેન્ટ અને સફાઈમિત્ર સુરક્ષા હેઠળ તેમની પ્રગતિ અને યોજનાઓ પર ચર્ચા કરી અને ભાર મૂક્યો. AMRUT ના સંયુક્ત સચિવ શ્રીમતી ડી. થારાએ અમૃત અને અમૃત 2.0 પ્રોજેક્ટ્સની સમગ્ર પ્રગતિની સમીક્ષા શેર કરી. તેમણે પીવાના પાણીની પહોંચ ઉપરાંત ગુણવત્તા પર ધ્યાન કેવી રીતે આપી શકાય, સંતોષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, સોર્સ સસ્ટેનેબિલિટી, જળસેવાનું સ્તર, પ્રવર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતામાં સુધાર માટે ક્ષમતા નિર્માણના પાસાંઓને લઇને ભવિષ્યમાં શું કરી શકાય, વગેરે બાબતો પર ભાર મૂક્યો. તેમણે પાણીના નવીનીકરણના એજન્ડાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું.