ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નવેમ્બર મહિના સુધીમાં દેશના 80 કરોડ ગરીબોને અનાજ મફતમાં આપવામાં આવશે.કોરોનાની પહેલી લહેરમાં 8 મહિના સુધી અનાજ મફત આપવામાં આવ્યું હતું.આ વર્ષે બીજી લહેરમાં મે અને જૂન મહિનામાં અનાજ મફતમાં આપવામાં આવી રહ્યું છે.હાલમાં નવેમ્બર મહિના સુધી મફત અનાજ આપવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે ત્યારે દેશનો એક પણ ગરીબ ભૂખ્યો ન સુવે તે માટે સરકાર કટિબદ્ધ છે.
ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સચિવ શ્રી ખાદ્ય દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે ગઋજઅ યોજનાના અનાજ વિતરણ અમલીકરણ અને અન્ય સંબંધિત બાબતોની ગુજરાત સરકાર સાથે સમીક્ષા કરી હતી.વર્તમાન સમયમાં 3.41 કરોડ લાભાર્થી ગુજરાતમાં છે. અને તાજેતરમાં 30 લાખ લાભાર્થીઓનો ઉમેરો થયો છે. ઙજજ યોજના હેઠળ ઘઉં અને ચોખાની ખરીદી વધી રહી છે.
વર્તમાન સમયમાં યુદ્ધના ધોરણે રાષ્ટ્રને અન્ન સુરક્ષાની ખાતરી સાથે FCI ના કર્મચારીઓ સમગ્ર ભારતમાં પોષણ અભિયાન અથવા રાષ્ટ્રીય પોષણ મીશનને જાગૃતિ સાથે લાગુ કરવા કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં વ્યવસ્થાના ભાગરૂપે FCIના મહા પ્રબંધક અસીમ છાબડા ના માર્ગદર્શન થી ગુજરાતમાં પ્રયાપ્ત માત્રામાં અનાજનો જથ્થો છે.લોકોના ઘર સુધી અનાજ પોહચે તે માટે FCIની ભૂમિકા મહત્વની રહે છે.કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને દોઢ કરોડથી વધુ મેટ્રિક ટન અનાજ નો જથ્થો દર મહિને આપવામાં આવી રહ્યો છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજનો જથ્થો મળી રહ્યો છે.
ગુજરાતમાં અનાજકનો જથ્થો પોહચ્યા બાદ ટ્રેન મારફત વિવિધ શહેરોમાં અનાજ પોહચાડવામાં આવે.રાજકોટ શહેરમાં FCIના ગોડાઉન ખાતે આ જથ્થો ટ્રક મારફત પોહચાડવામાં આવે છે.ડેપોથી નાગરિક પૂરવઠા નિગમ ખાતે અહીંથી અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે છે. બાદ માં તેઓ સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો આ જથ્થો વિતરણ કરે છે.ગુજરાત રાજ્યમાં 3 કરોડ 41 લાખ લાભાર્થીઓ છે જેમાં આ મહામારીમાં 30 લાખ લાભાર્થીઓનો ઉમેરો થયો છે.
ભારત સરકાર દ્વારા 1 કરોડ 71 લાખ મેટ્રિક ટન અનાજ ગુજરાતને મેં જૂન મહિના માટે ફાળવવામાં આવેલ. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતને આ જથ્થો ફાળવવામાં આવેલ. પ્રતિમાસ અનાજના 100 થી 110 રેક ગુજરાતમાં આવે છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મારફત મે અને જૂન મહિનામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે.
ગરીબ મધ્યમ વર્ગના પેટમાં અનાજનો દાણો ઝડપથી પહોંચે તે મુખ્ય હેતુ: મહેન્દ્ર પાટીલ, પ્રોટોકોલ ઓફિસર (FCI રાજકોટ)
FCIના પ્રોટોકોલ ઓફીસર મહેન્દ્ર પાટીલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોવિડ 19 ની મહામારીમાં ભારત સરકાર દ્વારા જે નિર્ણયો લેવાયા તેમાં ભારતીય ખાદ્ય નિગમ અલગ રીતે ઉભરી આવેલ છે.ભારતીય ખાદ્ય નિગમ નો એક જ ઉદ્દેશ્ય છે કે આખા ભારતમાં ફૂડ સિક્યુરિટી પ્રોવાઇડ કરવી. અનાજ થકી લોકોને એક સુરક્ષા આપવી.કોવિડ 19 મહામારીમાં અમારા પૂર્વ મેનેજર ડી.વી.પ્રસાદ ની રાહબરીમાં યુદ્ધના ધોરણે ભારતીય ખાદ્ય નિગમ ના તમામ કર્મીઓએ ખુબજ સારી કામગીરી કરેલ.દિવસ રાત જોયા વિના અમે કામ કરેલ છે.
મહાપ્રબંધક અસીમ છાબડા સાહેબ ના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા 1 કરોડ 71 લાખ મેટ્રિક ટન અનાજ ગુજરાતને મેં જૂન મહિના માટે ફાળવવામાં આવેલ. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતને આ જથ્થો ફાળવવામાં આવેલ. પ્રતિમાસ
અનાજના 100 થી 110 રેક ગુજરાતમાં આવે છે.પ્રત્યેક વ્યક્તિને 5 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવેલ છે.આખા મહિનાનું રાશન લોકોને મળશે.જૂન મહિનો શરૂ થઈ ગયેલ છે.ગુજરાત રાજ્યમાં આ યોજના હેઠળ 3 કરોડ 41 લાખ લાભાર્થી છે તેને મફતમાં સસ્તા અનાજની દુકાન મારફતે રેશનકાર્ડ ધારકોને આ જથ્થો પ્રાપ્ત થશે.
ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વોરીયર્સની ભૂમિકા ભજવી અનાજનો જથ્થો ગરીબો સુધી પોહચાડી રહ્યું છે: આર.કે.મીના (ડેપો મેનેજર, FCI)
રાજકોટના એફસીઆઈ ડેપો મેનેજર આર.કે.મીના એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં 20 એકર વિસ્તારમાં 20 હજાર મેટ્રિક ટનથી વધુ અનાજ રહી શકે તેટલી કેપેસિટી વાળું ગોડાઉન અહીં બનાવવામાં આવ્યું છે. વરસાદની પરિસ્થિતિમાં અનાજ બગડે નહીં તે પ્રકારની વ્યવસ્થા અહીં છે.13 વ્યક્તિ નો સ્ટાફ અહીં સતત કાર્યરત રહે છે.હાલ ગોડાઉનમાં 21,600 મેટ્રીકટન અનાજ નો જથ્થો ઉપલબ્ધ છે. ધીમે ધીમે તમામ પરિવારોને આ જથ્થો મળી રહેશે.પંજાબ ,હરિયાણા,એમ.પી થી અનાજ નો જથ્થો ગુજરાતમાં પોહચે છે.