રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડની સાથે મળી વ્યુહાત્મક ભાગીદારો પૌલસન એન્ડ કંપની ઇન્ક. તથા બિલ ગેટ્સ અને અન્ય રોકાણકારોએ સાથે મળીને અમેરિકાના મેસેચ્યૂસેટ્સ સ્થિત એનર્જી સ્ટોરેજ કંપની એમ્બ્રી ઇન્ક.માં 144 મિલિયન અમેરિકન ડોલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે.
આ મૂડીરોકાણ કંપdનીને લાંબા સમય માટે ઊર્જાનો સંગ્રહ કરવાની સિસ્ટમ્સના વેપારને વૈશ્વિક ફલક પર વિસ્તારવામાં મદદરૂપ બનશે. આ પેટા કંપની 50 મિલિયન અમેરિકી ડોલરનું મૂડીરોકાણ કરીને એમ્બ્રીમાં 42.3 મિલિયન શેર્સનો પ્રિફર્ડ સ્ટોક હાંસલ કરશે.
ગ્રીડ-સ્કેલ સ્ટેશનરી સ્ટોરેજ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ-આયર્ન બેટરી સાથે સંકળાયેલા કિંમત, દીર્ઘાયુષ્ય અને સુરક્ષાના નિયંત્રણોને પાર કરે તેવી પેટન્ટેડ ટેક્નોલોજી અને ડિઝાઈન પર આધારિત તેમજ 4-24 કલાક સુધી ચાલે તેવી એમ્બ્રીની લોંગ-ડ્યૂરેશન એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ છે. જ્યારે બિનપરંપરાગત ઊર્જા ઇલેક્ટ્રિક પાવર ગ્રીડમાં ઝડપથી આવી રહી છે ત્યારે આ ટેક્નોલોજી ઊર્જાનો સંગ્રહ કરવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરવામાં મદદરૂપ નીવડશે.
આ પેટા કંપની અને એમ્બ્રી ભારતમાં વિશાળ કક્ષાની બેટરી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે ખાસ સહયોગ સાધશે, જે રિલાયન્સ ગ્રીન એનર્જીની પહેલનું કદ વિસ્તારશે અને કિંમતો નીચી લાવશે.આ વર્ષે જૂન મહિનામાં શેરધારકોને સંબોધન કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ પ્રોજેક્ટના ભાગરૂપે ઇન્ટરમિટન્ટ એનર્જીના સંગ્રહ માટે એક ગીગા ફેક્ટરી સ્થાપશે તેવા આયોજનની જાહેરાત કરી હતી. અમે ઊર્જાનો વિશાળ ક્ષેત્રે સંગ્રહ કરી શકે તેવી નવી અને અત્યાધુનિક ઇલેક્ટ્રો-કેમિકલ ટેક્નોલોજીની શોધ કરી રહ્યા છીએ.
ઉત્પાદન, સંગ્રહ અને ગ્રીડ કનેક્ટિવિટીના સંયોજન થકી ચોવીસ કલાક વીજળી પુરવઠો મળી રહે તેવી ઉચ્ચ ગુણવત્તા અને ભરોસાવાળી ટેક્નોલોજી હાંસલ કરવા માટે બેટરી ક્ષેત્રના વૈશ્વિક અગ્રણીઓ સાથે સહભાગિતા સાધીશું, તેમ અંબાણીએ જણાવ્યું હતું.10 MWhથી 2 GWh સુધીના વીજ સંગ્રહ માટે જરૂરી સિસ્ટમના પ્રોજેક્ટને એમ્બ્રી તેવી ટેક્નોલોજી પૂરી પાડે છે. લિથિયમ-આયન બેટરીઓ કરતાં વધુ કિફાયતી એવી કેલ્શિયમ એન્ડ એન્ટિમોની ઇલેક્ટ્રોડ બેઝ્ડ સેલ્સ એન્ડ ક્ધટેઇનરાઇઝ્ડ સિસ્ટમનું કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવશે
જે કોઈપણ આબોહવામાં 20 વર્ષ સુધી એર કંડિશનિંગની જરૂરિયાત વગર ન્યુમતમ ઘસારા સાથે કાર્યાન્વિત રહી સેવા આપશે. એમ્બ્રીની સિસ્ટમ્સ ખાસ કરીને વિશાળ કદની એપ્લિકેશન્સ માટે સુસંગત છે, જેમ કે, દિવસ દરમિયાન સંગ્રહ થયેલી સોલર વીજળીને સાંજ તથા સવારના મહત્તમ વીજ માંગના સમયે પૂરી પાડવા માટે આ ટેક્નોલોજી એકદમ સુસંગત છે. હાલ કંપની એવા ગ્રાહકો શોધી રહી છે જે વર્ષ 2023માં કે એ પછીના સમય ગાળા માટે પોતાના કમર્શિયલ ઓપરેશન્સના વિશાળ કદના પ્રોજેક્ટ્સ અમલી બનાવવા જઈ રહ્યા છે.