માગશર માસને આદ્રા નક્ષત્રનો ઉત્તમ દિવસ છે, આ દીવસ શિવ પૂજા માટે સવિશેષ મહત્વ છે. માગશર માસ આદ્રા નક્ષત્ર પૂનમ તિથિ ને પ્રદોષકાળે જે શિવપૂજા શિવ દર્શન કરે છે તેવા જાતકો ને 1000 શિવરાત્રી ના પૂજન નું ફળ પ્રાપ્ત થાય છે.

આજે આદ્રા નક્ષત્ર છે જે સાંજના ૫.૪૦ સુધી છે આ દિવસે એકટાણું અથવા ઉપવાસ રહેવો સવારના સ્નાન કરી અને ત્યારબાદ મહાદેવજીને દૂધમાં સાકર કાળા તલ પધરાવી અને શિવલિંગ ઉપર ચડાવવા. ચોખ્ખું જળ ચડાવવું ગંગાજળ હોય તો તે ચડાવવું અને ત્યારબાદ બીલીપત્ર હોય તો ચડાવવા અબીલ ગુલાલ ચડાવી ચંદનનો ચાંદલો કરવો જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી રાજદીપ જોશી ના જણાવ્યા અનુસાર ભગવાન સામે પંચાક્ષર અથવા શિવ મહિમ્ન સ્તોત્ર નો પાઠ કરવો.

ઓમ નમઃ શિવાયની એક માળા જરૂર કરવી આ ઉપરાંત બ્રાહ્મણ પાસે વેદોક્ત રુદ્રી પાઠ પણ કરાવવા ઉત્તમ ફળ આપનાર છે મો.૯૯૨૫૬૧૧૯૭૭ આવી રીતના શિવ પૂજા પાઠ કરવાથી જીવનમાં શાંતિ મળશે બીમારી માથી મુક્તિ મળશે અને દુઃખો દર થશે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.